ગુજરાત સરકારે રજૂ કરેલા અંદાજપત્રને (Budget ) ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ(SGCCI) દ્વારા વિકાસલક્ષી ગણાવવામાં આવ્યું છે. પાંચ જેટલા સી(Sea ) ફૂડ પાર્ક બનાવવાની યોજનાથી સુરતના ઝીંગા ઉદ્યોગને તેનો ડબલ ફાયદો મળશે તેવું ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓએ જણાવ્યું છે.
ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઘણા લાંબા સમયથી કારીગરોના પગારમાંથી કપાતા પ્રોફેશનલ ટેકસને હટાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી . આથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 12 હજાર કે તેથી ઓછો પગાર ધરાવનાર નોકરીયાત વર્ગને પ્રોફેશનલ ટેકસમાંથી છુટકારો આપવામાં આવ્યો છે જેથી નોકરિયાત વર્ગને રાહત થઇ છે.
રાજ્ય સરકારે અંદાજ પત્રમાં ટેક્સ્ટાઇલ ક્ષેત્રમાં આસિસ્ટન્ટ ટુ સ્ટ્રેન્ધન સ્પેસિફિક સેક્ટર્સ ઓફ ટેક્સ્ટાઇલ વેલ્યુ ચેઈન 2019 સ્કીમમાં આ વર્ષ માટે રૂપિયા 1450 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારની એમએસઈ ઈન્સેન્ટિવ સ્કીમમાં રૂપિયા 1360 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સૌથી વધુ ટેક્સ્ટાઇલ એકમો દક્ષિણ ગુજરાતમાં આવેલા છે. આ ઉપરાંત ગુજરાતની કુલ એમએસએમઈ માંથી 48 ટકા એમએસએમઈ એકમાત્ર દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા છે. આથી દક્ષિણ ગુજરાતના ઉધોગકારોને આ બજેટથી સૌથી વધુ લાભ થવાની શક્યતા છે.
રાજ્યમાં પાંચ સી ફૂડ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ઝીંગાના ઉત્પાદનમાં આગવું સ્થાન ધરાવે છે. ત્યારે ઝીંગા ઉછેરતા ઉધોગકારોને સી ફૂડ પાર્ક માટેની સ્કીમનો મોટો લાભ મળશે. રાજ્ય સ્ક્રકર દ્વારા અંદાજપત્રમાં સ્ટાર્ટ અપ માટે રૂપિયા 200 કરોડ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી રાજ્યમાં ઇનોવેશનની પ્રવૃત્તિને વેગ મળશે.
દક્ષિણ ગુજરાતમાં ઉભરાટ અને નવસારી તેમજ સુરતને જોડતા બ્રિજ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. જેના માટે 300 કરોડ રૂપિયા ની જોગવાઈ કરવામાં આવી છે. જેથી હવે સુરત અને નવસારી ટ્વીન સીટી બનાવવાની ગતિવિધિઓ પણ તેજ બનશે.
વધુમાં ભરૂચ પાસે કલાકો સુધી ટ્રાફિક જામ થઇ જવાની ટ્રાફિક સમસ્યાનું પણ કાયમી નિરાકરણ આવી જશે. જેથી શહેરીજનોને પણ તેનો મોટો ફાયદો થશે.આમ સરકારની આ બે જુદી જુદી સ્કીમમાં કરોડો રૂપિયાની ફાળવણીથી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને મહત્તમ લાભ મળવાની સંભાવના છે.
આ પણ વાંચો :