Surat : સરકારી ઓફિસોમાં જ મચ્છરોના બ્રિડિંગ મળી આવતા દંડ ફટકારાયો

|

Jul 02, 2021 | 1:22 PM

Surat : ચોમાસાની શરૂઆતમાં જ મચ્છરજન્ય રોગ માથું ઉંચકતો હોય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા સરકારી ઓફિસોમાં જ મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા.

Surat : સરકારી ઓફિસોમાં જ મચ્છરોના બ્રિડિંગ મળી આવતા દંડ ફટકારાયો
સરકારી ઓફિસોમાં મચ્છરોના બ્રિડિંગ મળ્યા

Follow us on

Surat : હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેથી મચ્છરોનો ઉપદ્રવ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા મેલેરીયા વિભાગ તરફથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ઘરે ઘરે જઈને જે સ્થળે મચ્છરોના બ્રિડિંગ (Mosquito Breeding ) મળી આવતા હોય તે વ્યક્તિઓને દંડનીય કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. પરંતુ દીવા તળે અંધારા જેવી વાત એ છે કે સરકારી કચેરીઓમાં પણ મચ્છરોના બ્રિડિંગ મળી આવતા આવી સંસ્થાઓને દંડ આપવાની કામગીરી પણ મનપા દ્વારા કરવામાં આવી છે.

સુરત મનપાના વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છર જન્ય રોગ નિયંત્રણ માટે અલગ-અલગ મિલકતોમાં સઘન ચેકિંગ કરવામાં આવે છે. હાલ ચોમાસું બેસી ગયું છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે પણ મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગચાળામાં વધારો થવા પામ્યો છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

કેન્દ્ર અને રાજ્ય સરકારની જ કેટલીક મિલકતોમાં મચ્છરોનો ઉપદ્રવ મળી આવતાં 37 મિલકતોને નોટિસ ફટકારવામાં આવી છે. વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની મિલકતોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 220 મિલકત ચેક કરતા 3402 સ્પોર્ટ સર્વે કરી કુલ 58 બ્રિડિંગનો નાશ કરવામાં આવ્યો હતો અને 37 જવાબદાર નોડલ ઓફિસરને નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. તેમજ સંબંધિત મિલકતદારને દંડ પણ ફટકાર્યો હતો.

કઈ કઈ મિલકતને દંડ ફટકારાયો
કતારગામ સુરત 35 પ્રિમાઇસીસ ચેક કરતા 15 ને નોટિસ આપવામાં આવી હતી. વરાછા ઝોનમાં 19 પ્રિમાઇસીસ ચેક કરતા પાંચને નોટિસ આપવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનમાં 32 મિલકત ચેક કરતા મહિધરપુરા પોસ્ટ ઓફિસ, મહિધરપુરા પોલીસ સ્ટેશન, જીલ્લા પંચાયત, ફોરેન્સિક લેબોરેટરી, ઉધના દરવાજા પોલીસ ચોકી ને નોટિસ ફટકારવામાં આવી હતી.

રાંદેર ઝોનમાં 29 મિલકત ચેક કરતા બીએસએનએલ ઓફિસ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, પાલ આરટીઓ ઑફિસ, એસટી ડેપો એમ કુલ પાંચની નોટિસ આપવામાં આવી હતી. ઉધના ઝોનમાં ખટોદરા પોલીસ સ્ટેશન, જીઈબી બમરોલી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભેસ્તાન એમ કુલ ત્રણને નોટિસ આપવામાં આવી હતી.

અઠવા ઝોનમાં નવી સિવિલ હોસ્પિટલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુડા ભવન એમ ત્રણને નોટિસ આપવામાં આવી હતી.

Next Article