Surat : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના વોર્ડમાં રાત્રે શ્વાનનું પેટ્રૉલિંગ ! જુઓ વિડીયો

|

May 04, 2022 | 10:15 AM

નર્સિંગ સ્ટાફ પણ કૂતરાને (Dog ) વોર્ડમાંથી બહાર કાઢવાની તસ્દી નથી લઈ રહ્યાં. સિવિલ હોસ્પિટલમાં દરવાજે સિક્યુરિટી ગાર્ડ છે. છતાં શ્વાન વોર્ડમાં ઘુસી ગયો

Surat : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના વોર્ડમાં રાત્રે શ્વાનનું પેટ્રૉલિંગ ! જુઓ વિડીયો
Dog wandering in civil hospital (File Image )

Follow us on

રાજ્ય સરકાર સંચાલિત સુરતની નવી સિવિલ(Civil ) હોસ્પિટલ અનેકવાર કોઈને કોઈ કારણે વિવાદનું ઘર બની રહે છે. અગાઉ સિવિલના પોસ્ટમોર્ટમ (Postmortem Room )રૂમમાં શ્વાન (Dogs ) ફરતા હોવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે હવે સિકયુરિટી ગાર્ડ હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં શ્વાન રાઉન્ડ મારતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે સિવિલ પ્રશાસન સામે સવાલો ઉઠાવ્યા છે. સામે પક્ષે સિવિલના સુપ્રીટેન્ડેન્ટ જવાબ આપ્યો હતો કે આખી રાત દરેક વોર્ડમાં ગાર્ડ હોય છે જેથી શ્વાનના પ્રવેશવાની કોઈ શકયતા જ નથી. જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો સુપ્રિટેન્ડન્ટના જવાબ પર પણ સવાલ ઉભા કર્યા છે.

મજૂરાગેટ પાસે આવેલ સિવિલ હોસ્પિટલ અનેક બેદરકારીના કિસ્સાઓના કારણે વિવાદમાં ઘેરાયેલી રહે છે. ગતરોજ રાત્રે હોસ્પિટલના બીજા માળે હરહ્યા અને પ્રોસ્ટેટની સારવારના વોર્ડમાં રાત્રે શ્વાન પ્રેવેશી ગયો હતો. દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ બેડના નીચે બિન્દાસ્ત રીતે શ્વાન ફરતો દેખાય છે. મોટાભાગના દર્દીઓને સારવાર માટે ડ્રેસિંગ પણ કરેલું હોય છે. આવા સારવાર લેવા માટે આવેલા દર્દીઓને જ શ્વાન કરડી જાય અથવા તો કોઈ નાનું બાળક ત્યાં હોય તો તેને માટે પણ જોખમ સાબિત થઈ શકે છે. વીડિયોમાં રોતે શ્વાન ફરતો દેખાય છે. મોટાભાગના દર્દીઓને સારવાર માટે ડ્રેસિંગ પણ કરેલું હોય છે. આવા સારવાર લેવા માટે આવેલા દર્દીઓને જ શ્વાન કરડી જાય અથવા તો કોઈ નાનું બાળક ત્યાં હોય તો તેને માટે પણ જોખમ સાબિત થઈ શકે છે. વીડિયોમાં સષ્ટ દેખાય છે કે,

શ્વાન વોર્ડમાં ફરી રહ્યા હોવા છતાં સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે, દરેક વોર્ડમાં ગાર્ડ છે એટલે શ્વાનને પ્રવેશવા દેવાતા નથી તેવું કહ્યું છે. જેમાં હદ તો ત્યારે થઇ કે, નર્સિંગ સ્ટાફ પણ કૂતરાને વોર્ડમાંથી બહાર કાઢવાની તસ્દી નથી લઈ રહ્યાં.સિવિલ હોસ્પિટલમાં દરવાજે સિક્યુરિટી ગાર્ડ છે. છતાં શ્વાન વોર્ડમાં ઘુસી ગયો. વીડિયો ઉતારનાર જ્યારે ત્યાં શ્રમ કરતા વોર્ડબોયને પૂછે છે કે, આવી જ રીતે શ્વાન ઘૂસી આવે છે. તો તે ઈશારો કરીને માથું હલાવીને હા કહે છે. ભૂતકાળમાં પણ પીએમ રૂમમાંથી કુતરાઓ માંસનો ટુકડો લઈને બહાર જતા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ બાબતે સિવિલ હૉસ્પિટલના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવેકરને પૂછવામાં આવ્યું તો જાણે તેમને આ બાબતને કોઈ જાણ જ ન હોય અને એકદમ સહજતાથી જવાબ આપી દીધો કે, વોર્ડમાં સ્થાન ન આવી કે, અમે દરેક વોર્ડમાં ગાર્ડ રાખ્યા છે. તેઓ શ્વાનને અંદર આવવા દેતા નથી. જોકે વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, શ્વાન વોર્ડમાં બિન્દાસ્ત રીતે ફરી રહ્યું છે અને તંત્રની બેદરકારી છતી થઈ રહી છે.

જુઓ વિડીયો :

 

 

 

 

 

 

 

 

 

Next Article