Surat: સચિન વિસ્તારમાં જર્જરીત ગેલેરીનો ભાગ ધરાશાયી, 1 બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

|

Apr 23, 2023 | 7:41 PM

ફાયર ઓફિસર હિતેશ પાટીલએ જણાવ્યું હતું કે અહીં ગ્રાઉન્ડ પ્લસ બે માળનું મકાન હતું, દાદરનો ઉપરના ભાગની ગેલેરીનો ભાગ ધરાશાહી થયો હતો. બિલ્ડીંગ અંદાજીત 10 થી 12 વર્ષ જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Surat: સચિન વિસ્તારમાં જર્જરીત ગેલેરીનો ભાગ ધરાશાયી, 1 બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

Follow us on

સુરતના સચિન વિસ્તારના પાલીગમ સ્થિત ક્રિશ્ના નગરમાં બે માળની જર્જરિત ઈમારતનો ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. ગેલેરીનો ભાગ તૂટી પડતા ઇમારત નીચે રમતા બે બાળકોને ઈજાઓ પહોચી હતી. તેમાંથી એક બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકના માથાના ભાગે ઈજા થઈ હોવાથી 4 ટાંકા લેવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ સુરતના સચિન સ્થિત પાલીગામ પાસે ક્રિશ્ના નગરમાં મુમતાઝ નામની ગ્રાઉન્ડ પ્લસ બે માળની ઈમારત આવેલી છે. જે ખૂબ જ જર્જરિત થઈ ચૂકી છે. બપોરના સમયે ગેલેરીનો ઓટીએસ અને પેરામીટર વોલનો ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેનો અવાજ આવતા અહી ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં 2 બાળકો પૈકી એક બાળકને સામાન્ય ઈજાઓ થઇ હતી. જયારે 13 વર્ષીય રાજકુમાર ગણેશચંદ્ર પાંડેને માથાના ભાગે ઈજા થતા 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને 4 ટકા આવ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: નશાકારક દવાઓનો મોટો જથ્થો ઝડપાયો, દવાઓની બજાર કિંમત 20 કરોડ જેટલી

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

બીજી તરફ આ બનાવની જાણ ફાયર અને પોલીસને થતા ફાયર અને પોલીસ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જયારે મનપાની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બપોરના સમયે ઘટના બનતા અહી અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે બપોરનો સમય હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

ફાયર ઓફિસર હિતેશ પાટીલએ જણાવ્યું હતું કે અહી ગ્રાઉન્ડ પ્લસ બે માળનું મકાન હતું, દાદરનો ઉપરના ભાગની ગેલેરીનો ભાગ ધરાશાહી થયો હતો. બિલ્ડીંગ અંદાજીત 10 થી 12 વર્ષ જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

અહી રમી રહેલા અંકિત નામના બાળકે જણાવ્યું હતું કે અમે અહી રમી રહ્યા હતા ત્યારે અચાનક ગેલેરીનો ભાગ પડ્યો હતો. પહેલા અમને એમ કે કપડું પડ્યું હશે. પરંતુ ત્યારબાદ પત્થર પડ્યા હતા અને મને પગના ભાગે ઈજાઓ થઇ હતી. મારી સાથે મિત્રને માથાના ભાગે ઈજા થવાથી તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article