Surat : અઠવાગેટના જર્જરિત થયેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં છતનાં પોપડા પડતા રહીશોમાં ગભરાટ

|

Jun 13, 2022 | 3:44 PM

સવારે 7 વાગ્યે પહેલા માળે ફ્લેટ નંબર-104 માં પીઓપી અને પોપડાનો ભાગ પડતા અન્ય ફ્લેટના રહીશોમાં અફડાતફડી મચી ગઈ હતી.

Surat : અઠવાગેટના જર્જરિત થયેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં છતનાં પોપડા પડતા રહીશોમાં ગભરાટ
dilapidated apartment flats in Athwagate

Follow us on

સુરત (Surat) માં અઠવાગેટ સ્થિત ધીરજસન્સની બાજુની ગલીમાં આવેલા એક જર્જરિત એપાર્ટમેન્ટ (apartment) ના પહેલા માળે આવેલા ફ્લેટમાં આજે સવારે છતનો ભાગ તેમજ પોપડા પડતા જ તેનો અવાજ સાંભળી અન્ય ફ્લેટના રહીશોમાં ગભરાહટ અને ડરનો માહોલ ફેલાયો હતો. ગભરાયેલા રહીશો પોતાના ફ્લેટમાંથી બાહર નીકળી ગયા હતા તેમજ ઘટના અંગે જાણ કરતા ફાયરની ટીમ અને પાલિકાના અઠવા ઝોનના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના અંગે તાગ મેળવ્યા હતા.જોકે ફ્લેટ ખાલી હોવાથી કોઈ જાનહાની નહીં થવા પામી હતી.

ધીરજ સન્સની સ્ટોરની બાજુમાં આવેલ દિવાળીબાગ સોસાયટી ખાતે દસ માળનું રૂષિરાજ એપાર્ટમેન્ટ આવેલું છે. આજે સવારે 7 વાગ્યે પહેલા માળે ફ્લેટ નંબર-104 માં પીઓપી અને પોપડાનો ભાગ પડતા અન્ય ફ્લેટના રહીશોમાં અફડાતફડી મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયરના જવાનો તેમજ પાલિકાના અઠવા ઝોન ખાતેથી બિલ્ડીંગ ઇન્સ્પેકટર સ્થળ પર પહોંચ્યા હતા.ફાયર ઓફિસર મારુતિ સોનવણે જણાવ્યું હતું કે આખું એપાર્ટમેન્ટ જર્જરિત થઇ ગયું છે.છતાં લોકો અહીં રહી રહ્યા છે. ફક્ત આઠથી દસ જેટલા ફ્લેટો જ ખાલી છે.

સદનસીબે જે ફ્લેટમાં ઘટના બની તે પણ ખાલી હતું જેથી કોઈ ઈજા જાનહાની નહીં થવા પામી હતી, પરંતુ પીઓપી અને પોપડા પડવાંનો આવાઝ સાંભળી અન્ય ફ્લેટના રહીશો ઘબરાઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી જેથી પોલીસની પીસીઆર પણ સ્થળ ઉપર આવી ગઈ હતી.વધુમાં આ અંગે અઠવા ઝોનના ડેપ્યુટી ઈંજનેર રાજેશ ગાંજાવાલાએ જણાવ્યું હતું કે એપાર્ટમેંટના રીપેરીંગ કામ અનેકોવાર માટે નોટિસો આપવામાં આવી છે.તેમજ એસવીએનઆઇટી કોલેજ ખાતે સ્ટ્રક્ચર એબીલીટીની તપાસ પણ કરાઈ રહી છે.પરંતુ તેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સ્ટ્રક્ચર સ્ટેબીલિટીનો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં મોટી દુર્ઘટના સર્જાય તો ?

ફાયર વિભાગના અધિકારીઓ જણાવ્યા મુજબ દશ માળનું આ આખું એપાર્ટમેન્ટ જર્જરિત થઇ ગયું છે.જેના પગલે અવાર નવાર અહિઆ ફ્લેટમાં છતના પોપડા સ્લેબ, તેમજ પીઓપી પડવાની ઘટનાઓ બનતી રહે છે.જયારે આઠથી દસ ફ્લેટના રહીશો પોતાનું તેમજ પરિવારના સભ્યોના જીવ જોખમ ના રહે તે વિચારીને ફ્લેટ્સ ખાલી કરી દીધા છે જયારે બાકીના તમામ ફ્લેટસમાં હજુ પણ લોકો પોતાના જીવ જોખમમાં મૂકીને રહી રહયા છે.બીજી બાજુ અધિકારીઓનું કહેવું છે કે સ્ટ્ક્ચર સ્ટેબીલિટીની તપાસ થઇ રહી છે. રિપોર્ટ આવવાનોબાકી છે.ત્યારે હવે પ્રશ્ન એ ઉઠે છે કે સેંકડો લોકો આ જર્જરિત એપાર્ટમેન્ટમાં રહી રહ્યા છે ત્યારે રિપોર્ટ આવવા પહેલા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો એનો જવાબદાર કોણ રહેશે ?

Published On - 3:40 pm, Mon, 13 June 22

Next Article