Surat : છેલ્લા પાંચ વર્ષથી ધૂળ ખાતી 78 હજાર કરતા વધુ કચરાપેટી હવે સ્લમ પોકેટોમાં મફત વિતરિત કરાશે

|

Mar 18, 2022 | 5:34 PM

78 હજાર કચરાપેટી અલગ-અલગ ઝોનમાં આવેલી વોર્ડ ઓફિસમાં ધૂળ ખાઈ રહી છે. તેની હાલત એવી છે કે હવે કોઈ તેને મફત લેવા પણ તૈયાર નથી અને પ્રજાના પોણા બે કરોડ રૂપિયા કચરામાં જઈ રહ્યા છે.

Surat : છેલ્લા પાંચ વર્ષથી ધૂળ ખાતી 78 હજાર કરતા વધુ કચરાપેટી હવે સ્લમ પોકેટોમાં મફત વિતરિત કરાશે
Over 78,000 dustbins from last five years will now be distributed free in slum pockets(File Image )

Follow us on

વર્ષ 2017-18માં એડવાન્સ ટેક્સપેયરો (Taxpayers ) માટે ખરીદાયેલ પરંતુ પાંચ વર્ષથી ધૂળ ખાતી 78 હજાર થી વધુ ડસ્ટબિનો (Dustbins ) હવે સ્લમ પોકેટોમાં મફત વિતરિત કરાશે. નોંધનીય છે કે વર્ષ 2017-18 માં એડવાન્સ મિલકતવેરો જમા કરાવનાર કરદાતાઓને પ્રોત્સાહક ગિફ્ટ તરીકે લીલા અને સૂકાં કચરાના એકત્રિકરણ માટે બે ડસ્ટબિન મફત આપવાની યોજના અંતર્ગત મનપા દ્વારા 10 લિટર ક્ષમતાની 2 લાખ ડસ્ટબિન સેટ ( લીલા અને ભૂરા રંગની ) ખરીદવામાં આવી હતી.

પરંતુ એડવાન્સ ટેક્સપેયરો દ્વારા મનપાની વ્યવસ્થા મુજબના સ્થળે મફત મળતી આ ડસ્ટબિનો લાઇનમાં ઊભા રહી લેવાનું ટાળ્યું હતું . ભારે પ્રયત્નો પછી બે – ચાર વર્ષમાં 1.20 લાખ જેટલી ડસ્ટબિનના સેટ એડવાન્સ ટેક્સ પેયરો તથા કોમર્શિયલ વિસ્તારોમાં સસ્તા ભાવે વેચવામાં મનપાને સફળતા મળી હતી .

પાંચ વર્ષ બાદ પણ હજુ 78,998 ડસ્ટબિન સેટનો સ્ટોક મનપાના ગોડાઉનમાં ધૂળ ખાઇ રહી છે . એડવાન્સ ટેક્સપેયરોને મફત ડસ્ટબિન આપવાની યોજનાને અગાઉ સફળતા મળી ન હતી તથા કોમર્શિયલ વિસ્તારોમાં પણ બાકી રહેલા ડસ્ટબિનોનો નિકાલ સંપૂર્ણ રીતે કરી શકાયો ન હતો .

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

પરિણામે હવે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ ધૂળ ખાઇ રહેલી ડસ્ટબિન સ્વચ્છતા સર્વેક્ષણ -૨૦૨૨ ના નામે સ્લમ વિસ્તારો / સ્લમ લાઇક જેવાં રહેણાંક વિસ્તારોમાં સૂકો અને ભીનો કચરો અલગ – અલગ રાખવા માટે પ્રોત્સાહન મળી રહે તે હેતુથી વિનામૂલ્યે વિતરણ કરવાની ભલામણ કરી છે . આ બાબતે સ્થાયી સમિતિની મંજૂરી હેતુ દરખાસ્ત રજૂ થઇ છે.

વર્ષ 2017-18માં 1 લાખ, 22 હજાર, 852 લોકોએ એડવાન્સ ટેક્સ ભર્યો હતો. તેમાંથી 54 હજાર 992  લોકો જ કચરાપેટી લઇ ગયા હતા. મફત કચરાપેટી લઇ જવાની સુરત કોર્પોરેશનની યોજનામાં  કરદાતાઓને રસ નથી દેખાયો. જેના કારણે મહાનગર પાલિકાએ 57 હજાર ડસ્ટબિન વેચી કાઢ્યા છે અને હવે બાકી બચેલા ડસ્ટબિન ધૂળ ખાઇ રહ્યા છે.

2017 ના વર્ષમાં જ્યારે 54 હજાર 992  લોકો કચરાપેટી લઈ ગયા ત્યારે જ મહાનગર પાલિકાએ તેને વેચવાનો નિર્ણય કર્યો હતો. 57 હજાર દુકાનદારોને પ્રતિ ડસ્ટબીન 250ના હિસાબથી 1 કરોડ 42 લાખ 70 હજાર રૂપિયાની કચરાપેટીઓ વેચી કાઢવામાં આવી હતી. બાકી બચેલી કચરાપેટીઓ હવે વેચાવા લાયક પણ નથી રહી. 78 હજાર કચરાપેટી અલગ-અલગ ઝોનમાં આવેલી વોર્ડ ઓફિસમાં ધૂળ ખાઈ રહી છે. તેની હાલત એવી છે કે હવે કોઈ તેને મફત લેવા પણ તૈયાર નથી અને પ્રજાના પોણા બે કરોડ રૂપિયા કચરામાં જઈ રહ્યા છે.

આ પણ વાંચો :

ટ્રાન્સજેન્ડરનો કમાલ: નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સ્પેશ્યિલ કેટેગરીમાં લીધો ભાગ, હવે બતાવશે તાકાત

સુરતમાં CRPSના જવાને પત્ની ઉપર ફાયરિંગ કર્યું , છુટાછેડાના વિખવાદમાં આર્મીમેને હત્યા માટે સોપારી આપી

Next Article