Surat : કોર્પોરેશન દ્વારા થતી ટુર્નામેન્ટ સામે વિપક્ષી નેતાનો પત્ર, ખોટા ખર્ચ બંધ કરવા કરી માગ

|

Mar 30, 2022 | 9:12 AM

કોર્પોરેશનની આર્થિક સ્થિતિ હાલ કપરી હાલતમાં ચાલી રહી છે. પ્રજાના મહેનતના નાણાંનો વેડફાટ થઇ રહ્યો હોય તેમ આ આડેધડ ખર્ચાઓ પર બ્રેક લાગે એ જરૂરી છે. ઘણા પ્રજાલક્ષી કામો ફંડના અભાવે અટકી રહેલા છે, અલગ અલગ ઝોનમાં રૂટિન સફાઈના કામો માટે મશીનરીનો અભાવ છે, ત્યારે આ પ્રકારના ખર્ચ કોર્પોરેશનના આર્થિક હિતમાં નથી. 

Surat : કોર્પોરેશન દ્વારા થતી ટુર્નામેન્ટ સામે વિપક્ષી નેતાનો પત્ર, ખોટા ખર્ચ બંધ કરવા કરી માગ
SMC Cricket Tournament (File Image )

Follow us on

મનપા(SMC)  દ્વારા યોજાતી મેયર્સ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ કે અન્ય સ્પોર્ટ્સ(Sports ) પ્રવૃત્તિ પાછળ થતાં ખર્ચ સામે હવે વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી વાંધો પડ્યો છે . મેયર્સ કપ ક્રિકેટ (Cricket )ટૂર્નામેન્ટ કે ત્યારબાદ ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ કે અન્ય રમત – ગમતની પ્રવૃત્તિ પાછળ ખેલાડીઓને સ્પોર્ટ્સ કિટ સહિત અન્ય વ્યવસ્થાઓ પાછળ થતાં ખર્ચને બંધ કરવાની માગણી કરી શિક્ષણ સમિતિના બાળકો માટે રમત – ગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આ ખર્ચ કરવાનો વિપક્ષી નેતાએ પત્ર લખ્યો છે . આપના ત્રણ સભ્યોએ મેયર્સ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તમામ લાભ લીધા બાદ હવે વિપક્ષી નેતાને જ્ઞાન આવ્યું હોય તેવી પણ ચર્ચા શાસક પક્ષ દ્વારા ઉઠી છે.

શાસક પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિપક્ષી નેતા ધર્મેશ ભંડારીને કદાચ ખબર ન હોય , પરંતુ ફિટ ઇન્ડિયા મૂમેન્ટ અંતર્ગત જ નહીં , પરંતુ વર્ષોથી મનપા દ્વારા મેયર્સ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ , ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ અને મહિલા પત્રકારો , અધિકારીઓ , કોર્પોરેટરો માટે ઇન્ડોર ગેમ્સ ટૂર્નામેન્ટનું આયોજન કરતી આવી છે .

મેયર્સ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મેયર -11 તરફથી વિપક્ષના 3 સભ્યો પણ ટીમનો હિસ્સા હતા અને સ્પોર્ટ્સ કિટનો લાભ આ ત્રણેય વિપક્ષી સભ્યોએ પણ લીધો છે . મેયર્સ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ પૂર્ણ થયાના 10 દિવસ બાદ વિપક્ષી નેતાને ટૂર્નામેન્ટો પાછળ થતાં ખર્ચની યાદ આવી તે આશ્ચર્યજનક છે . વર્ષોથી ચાલતી પ્રણાલી દૂર કરવા માટે વિપક્ષી નેતા દ્વારા કરવામાં આવેલ સૂચન એક રીતે હાસ્યાસ્પદ લાગી રહ્યું છે તેવું શાસકો દ્વારા પણ ઉમેરવામાં આવ્યું છે.

Vastu Tips : ઘરમાં આ જગ્યાએ રાખો અરીસો ! ઝડપથી વધશે ધન-સંપત્તિ
Ajwain seeds health benefits : અજમો ખાવાના ફાયદા અનેક, જાણો તેના સ્વાસ્થ્ય લાભો, ઉપયોગ અને પોષક મૂલ્ય
આજનું રાશિફળ તારીખ : 14-12-2024
પાકિસ્તાનની આ 5 એક્ટ્રેસને ભારતમાં ખૂબ સર્ચ કરે છે લોકો, સુંદરતા છે અદભૂત
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી

letter of opposition leader for cricket tournament

વિપક્ષી નેતા દ્વારા લખાયેલા પત્રમાં શું ઉલ્લેખ કરાયો છે ?

તેમના દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોર્પોરેશનની આર્થિક સ્થિતિ હાલ કપરી હાલતમાં ચાલી રહી છે. પ્રજાના મહેનતના નાણાંનો વેડફાટ થઇ રહ્યો હોય તેમ આ આડેધડ ખર્ચાઓ પર બ્રેક લાગે એ જરૂરી છે. ઘણા પ્રજાલક્ષી કામો ફંડના અભાવે અટકી રહેલા છે, અલગ અલગ ઝોનમાં રૂટિન સફાઈના કામો માટે મશીનરીનો અભાવ છે, ત્યારે આ પ્રકારના ખર્ચ કોર્પોરેશનના આર્થિક હિતમાં નથી. જેથી આવી ટુર્નામેન્ટો બંધ કરીને નાનો વ્યય અટકાવવામાં આવે અને તેને વિકાસના કામોમાં વાપરવામાં આવે તેવી માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat : ક્રાઇમ બ્રાન્ચે ચેન સ્નેચિંગના કેસમાં આરોપીની ધરપકડ કરી, અનેક ગુનાઓના ભેદ ઉકેલાશે

Surat : થીમ બેઇઝડ સાડીનું વધતું ચલણ , પુષ્પા બાદ હવે The Kashmir Files ની સાડી માર્કેટમાં આવી

Next Article