Surat: લો બોલો.. શાસક પક્ષના નેતાને બેસવા માટે રૂપિયા 38,000ની ખુરશી ખરીદવાની દરખાસ્ત! સ્થાયી સમિતિમાં થયો વિવાદ

|

Aug 11, 2021 | 11:34 PM

શાસક પક્ષના નેતા બનવાની સાથે જ સૌથી પહેલા તેમની ઓફિસનું રીનોવેશન, નવું ફર્નિચર, લક્ઝ્યુરિયસ નવી કાર ખરીદવામાં આવી હતી.

Surat: લો બોલો.. શાસક પક્ષના નેતાને બેસવા માટે રૂપિયા 38,000ની ખુરશી ખરીદવાની દરખાસ્ત! સ્થાયી સમિતિમાં થયો વિવાદ
File Image

Follow us on

સુરત મહાનગરપાલિકા (SMC)ની તિજોરી એકસમયે છોછલ ભરાયેલી રહેતી હતી. પરંતુ સમયની સાથે વિકાસના કામોમાં પાલિકાના એટલા બધા રૂપિયા ખર્ચાઈ ગયા કે હવે તિજોરીના તળિયા દેખાવા લાગ્યા છે. જોકે તિજોરી ભલે ખાલી થવા આવી હોય પણ શાસકો દ્વારા ખોટા ખર્ચ પર હજી બ્રેક નથી લાગી રહી.

 

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

હવે નવો વિવાદ શાસક પક્ષના નેતાની ખુરશીને લઈને ઉભો થયો છે. શાસક પક્ષના નેતા બનવાની સાથે જ સૌથી પહેલા તેમની ઓફિસનું રીનોવેશન, નવું ફર્નિચર, લક્ઝ્યુરિયસ નવી કાર ખરીદવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ હવે શાસક પક્ષના નેતાની ઓફિસમાં રૂપિયા 38 હજારની ખુરશી ખરીદવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં લાવવામાં આવી છે. જેને લઈને વિવાદ ઉભો થયો છે.

 

 

શાસકોએ સત્તા સાંભળે હજી લાંબો સમય નથી થયો, ત્યાં હવે દેખાડો કરવામાં ખોટા ખર્ચ થઈ રહ્યા હોય તેવું ફલિત થઈ રહ્યું છે. અગાઉ સ્થાયી સમિતિ ચેરમેને પણ પોતાની ઓફિસમાં રીનોવેશન કરાવ્યું હતું, નવું ફર્નિચર વસાવ્યું હતું અને હવે તેમના રસ્તે પાલિકાના શાસક પક્ષના નેતા દ્વારા પણ આ શોખ બતાવવામાં આવી રહ્યો છે. ઓફિસમાં રીનોવેશન ફર્નિચર તો ઠીક હતું પણ બેસવા માટે રૂપિયા 38 હજારની ખુરશીની દરખાસ્ત સ્થાયી સમિતિમાં લાવવામાં આવતા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

 

 

એકબાજુ કોર્પોરેશનની આવક કરતા જાવક વધુ હોય ખર્ચ બચાવવા અને આવક વધારવા માટે ખુદ સ્થાયી સમિતિ ચેરમેન જ નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે. કોર્પોરેશનના પ્લોટની હરાજી હોય કે વિવિધ પાર્ટી પ્લોટ ભાડે આપવાની વાત હોય. પાલિકા દ્વારા આવકના સ્ત્રોત પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યાં બીજી તરફ આ રીતના ખોટા ખર્ચા સામે આવતા શાસકોના બેવડા ધોરણ પણ સામે આવી રહ્યા છે.

 

 

તાજેતરમાં જ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા માટે નવી ઈનોવા કાર ખરીદવા સ્થાયી સમિતિમાં દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં વિપક્ષ નેતાએ કાર લેવાનો ઈન્કાર કર્યો હતો પણ હવે નવી ખુરશીના અભરખા પર શાસકો કઈ રીતેના નિર્ણય લે છે તે પણ જોવાની બાબત બની રહેશે.

 

 

આ પણ વાંચો: સુરતમાં 2.90 કરોડના ખર્ચે 20 હજાર રખડતા શ્વાનનુ ખસીકરણ કરાશે

Next Article