Surat: પાલ ઉમરા બ્રિજના એપ્રોચ રોડ પર ભંગાણ પડ્યું હોવાની વાતથી અધિકારીઓ થયા દોડતા

|

Jun 23, 2021 | 11:55 PM

સુરતના અતિ મહત્વકાંક્ષી પાલ ઉમરા બ્રિજ (Pal Umra Bridge)નું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે અને જુલાઈ મહિનામાં આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Surat: પાલ ઉમરા બ્રિજના એપ્રોચ રોડ પર ભંગાણ પડ્યું હોવાની વાતથી અધિકારીઓ થયા દોડતા

Follow us on

Surat: સુરતના અતિ મહત્વકાંક્ષી પાલ ઉમરા બ્રિજ (Pal Umra Bridge)નું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે અને જુલાઈ મહિનામાં આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે ઉમરા પાલ વિસ્તારને જોડતા નદીના બ્રીજનું લોકાર્પણ થાય તે પહેલાં જ એપ્રોચ રોડ પર એકાએક ભંગાણ સર્જાયું હોવાની વાત વહેતી થઈ હતી. જોકે બાદમાં રાંદેર ઝોન દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી. જુલાઈ મહિનામાં આ બ્રીજને ખુલ્લો મૂકવાની તૈયારી થઈ રહી છે.

 

ત્યારે નિર્માણના આખરી તબક્કામાં જ ઉમરા ગામના એપ્રોચ રોડ પર એકાએક ભંગાણ સર્જાયુ છે અને તૂટી પડેલા રસ્તાની ફરતે મનપા દ્વારા બેરીકેટ ગોઠવી દેવામાં આવ્યું હોવાના સમાચાર વહેતા થયા હતા. નિર્માણધીન બ્રિજના લોકાર્પણ પહેલા જ એપ્રોચ રોડમાં ભંગાણ સર્જાવાની વાતથી સુરત મહાનગર પાલિકાના બ્રિજ સેલના અધિકારીઓ તથા કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

એપ્રોચ રોડ નજીકનું ઢાંકણું રહેતું હતું તેવું જોતા મેનહોલ તોડીને એપ્રોચ ચાર રસ્તા પર નવા મેનહોલ રાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી દરમિયાન બ્રિજના એપ્રોચમાં ગાબડું પડ્યું હતું, તે પછી ઝોન દ્વારા strainનું ઢાંકણું તોડવા માટે બ્રેકિંગ મશીનનો ઉપયોગ કરીને કામગીરી હાથ ધરાઈ હતી. જોકે આ ભંગાણ બાબતે રાંદેર ઝોનના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે બ્રિજ કે રોડમાં કોઈપણ પ્રકારના ગાબડા પડયા નથી.

 

પરંતુ બે મેનહોલ કરેલા છે, આ બંને મેનહોલ પરથી મોટી ટ્રક કે મોટા વાહન જાય તો ભવિષ્યમાં સ્ટ્રોમ ડ્રેઈનમાં ડેમેજ થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત બોક્સ સિમેન્ટ કોંક્રીટ બનાવવામાં આવ્યું છે તો તેના પર ઢાંકણા મૂકવામાં આવે તો તેનાથી ઢાંકણાની ઉંચાઈ વધી શકે છે અને વાહનચાલકોને વધુ મુશ્કેલી પડી શકે છે. જેના કારણે મેનહોલની સમસ્યા ન આવે તે માટે આ કામગીરી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Dang: ડાંગ જિલ્લામાં ફરવા જતા પહેલાં જાણો આ નિયમ નહીં તો થશે કાયદેસર કાર્યવાહી!

 

આ પણ વાંચો: Ahmedabad: મનરેગા હેઠળ સિંચાઈ માટેના કૂવા, ખેત તલાવડી, ખેતરના બંધપાળા અને કૂવા રિચાર્જની કામગીરી હાથ ધરાઈ

Next Article