Surat: ઓ બાપરે ! આવી પાડોશી ભગવાન કોઈને ન આપજો, બાળકીને મહિલાએ નિર્દયતાથી માર્યો માર, કારણ જાણીને આપ પણ ચોંકી જશો

|

Sep 19, 2023 | 9:23 PM

Surat: પહેલો સગો તે પાડોશી પરંતુ જો પાડોશી સુરતની મોટા વરાછા સોસાયટીની મહિલા જેવો હોય, તો ભગવાનને પ્રાર્થના કરજો કે આવો પાડોશી કોઈને ન મળે.. શું ઘટના ઘટી, તેની સાક્ષી પુરતા CCTV સામે આવ્યા અને CCTV જોઈને રીતસર માતા-પિતા ધ્રુજી ઉઠ્યા. પાડોશી મહિલાએ જ માસુમ બાળકીને ઢોર માર માર્યો. પહેલા તો ઉંચકીને લિફ્ટમાં લઈ ગઈ. પછી બેફામ લાફા ફટકાર્યા, મુક્કા માર્યા. આ મારથી બાળકી એટલી તો ડરી ગઈ કે, તેણે ઘરમાંથી બહાર નીકળવાનું જ બંધ કરી દીધું.

Surat: ઓ બાપરે ! આવી પાડોશી ભગવાન કોઈને ન આપજો, બાળકીને મહિલાએ નિર્દયતાથી માર્યો માર, કારણ જાણીને આપ પણ ચોંકી જશો
File Image

Follow us on

Surat: સુરતમાં એક મહિલાએ પાડોશીની બાળકીને ઢોર માર માર્યો હતો, લિફ્ટની અંદર લઈ જઈ મહિલાએ બાળકીને માર માર્યો હતો, આ સમગ્ર ઘટના લિફ્ટમાં લાગેલા કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, જન્મષ્ટમીના દિવસે બનેલી ઘટના હાલમાં સામે આવી છે, આ CCTV ફુટેજ સામે આવ્યા બાદ મહિલાની કરતુત સામે આવી હતી. મોટા વરાછા વિસ્તારમાં સીલવાસા ટ્વીન ટાવરમાં રહેતી કોમલ સોજીત્રા નામની મહિલાએ પાડોશમાં રહેતી એક બાળકીને લિફ્ટની અંદર લઈ ગયી હતી અને લિફ્ટ બંધ કરીને બાળકીને માર માર્યો હતો, મહિલાના મારના કારણે બાળકીને શરીરે ઇજા પણ થઈ હતી અને બાળકી ખૂબ ડરી ગયી હતી, બાળકીના પરિવારજનોએ બાળકીને પૂછતાં આંટીએ માર્યું હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ CCTV ફુટેજ ચેક કરતા બાળકીના માતા પિતા પણ ચોંકી ઉઠ્યા હતા.

જન્માષ્ટમીના દિવસે લિફ્ટમાં લઈ જઈ મહિલાએ બાળકીને ક્રુરતાથી માર્યો માર

મહિલા બાળકીને ઉંચકીને લિફ્ટની અંદર લઈ ગયી હતી અને લિફ્ટની અંદર જ બાળકીને માર માર્યો. આ ઘટના જન્માષ્ટમીના દિવસે બની હતી, ત્યારે સોસાયટીમાં ગરબાનો પ્રોગ્રામ હતો અને સૌ ઉજવણી અને ગરબા રમી રહ્યા હતા ત્યારે મહિલાએ બાળકીને ઢોર માર માર્યો હતો. આ ઘટના સામે આવતા બાળકીના પિતા પણ ચોંકી ઉઠ્યા અને તેમણે માર મારનાર મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની 323, 342 તથા જુવેનાઈલ જસ્ટિસ એક્ટની 75 મુજબ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો: Rajkot: કેમિકલ માફિયાઓ બેફામ, મેટોડાની ફેક્ટરીમાંથી છોડાતા પ્રદૂષિત પાણીથી ખેતીના પાકને પારાવાર નુકસાન, GPCBની કામગીરી સામે સવાલ

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

માર મારનાર નિર્દય મહિલા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

બાળકીના પિતાના જણાવ્યા મુજબ જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને તમામ લોકો નીચે હતા, ગરબાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે દરમ્યાન બાળકીને માર મારનાર કોમલ સોજીત્રાની જેઠાણીનો દીકરો અને મારી દીકરી બંને ઝઘડતા હતા. આ દરમ્યાન કોમલ સોજીત્રાથી મારી દીકરી ડરે છે એટલે તેને ડરાવવા માટે લઈ ગયી હતી, તે દરમ્યાન લિફ્ટમાં લઈને દીકરીને મારી હતી. આ અંગે અમે તેને પૂછ્યું તો તેણે કહ્યું કે તેને ઉંચકીને લાવતી હતી ત્યારે એનો પગ મને અડી ગયો હતો એટલે મને ગુસ્સો આવ્યો અને દીકરીને મારી હતી. પિતાએ વધુમાં જણાવ્યુ કે આ અંગે અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેથી કરીને સમાજમાં કોઈ વ્યક્તિ બાળક સાથે આવું કરે નહિ.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:21 pm, Tue, 19 September 23

Next Article