Surat : હવે આઈસ્ક્રીમ અને કોકોની બનાવટમાં વપરાતા કોકો પાઉડરના નમૂના લેવાયા, તપાસ અર્થે મોકલાયા

|

May 24, 2023 | 6:47 AM

સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત થતા જ એક્શન મોડમાં જોવા મળી છે. અગાઉ મરી મસાલા, કેક પેસ્ટ્રી, કેરીનો રસ, પનીર વગેરેના નમૂના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને જે સંસ્થાના રિપોર્ટ ધારા ધોરણ મુજબ માલુમ નહીં પડતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Surat : હવે આઈસ્ક્રીમ અને કોકોની બનાવટમાં વપરાતા કોકો પાઉડરના નમૂના લેવાયા, તપાસ અર્થે મોકલાયા
Surat Coco Powder Sample

Follow us on

સુરત (Surat)શહેરમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આઈસ્ક્રીમ(Ice Cream)અને કોકો બનાવટમાં વપરાતા કોકો પાવડર(Coco Powder) તથા કસ્ટર્ડ પાવડરના નમુના લેવામાં આવ્યા છે 11 સંસ્થાઓમાંથી 16 જેટલા નમુના લઈને તપાસ સાથે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

કોકો પાઉડર તથા કસ્ટર્ડ પાઉડરના કુલ 16 નમૂના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા

સુરત શહેરમાં ફુડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા આજે અલગ અલગ ટીમ બનાવી દરેક ઝોનનની અંદર આઈસ્ક્રીમ અને કોકોનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફૂડ સેફટી ઓફિસરો દ્વારા 11 સંસ્થાઓ અને દુકાનમાંથી આઇસ્ક્રીમ અને કોકોની બનાવટમાં વપરાતા કોકો પાઉડર તથા કસ્ટર્ડ પાઉડરના કુલ 16 નમૂના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અને રિપોર્ટમાં જો ધારા ધોરણ મુજબ માલુમ નહીં પડે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉનાળાની શરૂઆત થતા જ એક્શન મોડમાં જોવા મળી

મહત્વનું છે કે ફૂડ વિભાગની ટીમ દ્વારા સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત થતા જ એક્શન મોડમાં જોવા મળી છે. અગાઉ મરી મસાલા, કેક પેસ્ટ્રી, કેરીનો રસ, પનીર વગેરેના નમૂના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને જે સંસ્થાના રિપોર્ટ ધારા ધોરણ મુજબ માલુમ નહીં પડતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ ઉપરાંત, સુરતમાં ખાધપદાર્થો બાદ હવે દવાના  સેમ્પલ પણ ફેલ ગયા છે. જેમાં સુરત આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.જેમાં કોર્પોરેશનની  તપાસમાં દવાના સેમ્પલ ફેલ થયા છે. જેમાં સુરત આરોગ્ય વિભાગ દ્વારા શાહપોરની આશિષ મેડિકલ અને મગોબની જય અંબે કેમિસ્ટના સેમ્પલ ફેલ થયા છે. આ ઉપરાંત બામરોલીની એસ.એચ કેમિસ્ટના સેમ્પલ પણ ફેલ થયા છે. જેમાં પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ થયા હતા.

મનપાની ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા શાહપોરના આશિષ મેડિકલ, મગોબના જય અંબે કેમિસ્ટ, બામરોલીના એસ.એચ. કેમિસ્ટ સહિતના સ્ટોર્સમાંથી હેલ્થ સપ્લીમેન્ટ તેમજ દવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી કુલ 4 સંસ્થાઓના સેમ્પલ ફેલ થયા છે… મનપા દ્વારા એક સંસ્થાને દંડ ફટકારવામાં આવ્યો છે.જ્યારે કે 3 સંસ્થા સામે ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article