Surat : હવે પાર્ટી પ્લોટ પણ પીપીપી ધોરણે અપાશે, શુભ પ્રસંગોના આયોજનો પડી શકે છે મોંઘા

|

May 18, 2022 | 6:27 PM

સ્થાયી સમિતિના ચેરમેન (Chairman )પરેશ પટેલે જણાવ્યું હતું કે પાર્ટી પ્લોટ પણ પીપીપી ધોરણે આપવા માટે અમે વિચાર કરી રહ્યા છે. જોકે તેમાં સામાન્ય લોકોનું પણ ધ્યાન રાખવામાં આવશે.

Surat : હવે પાર્ટી પ્લોટ પણ પીપીપી ધોરણે અપાશે, શુભ પ્રસંગોના આયોજનો પડી શકે છે મોંઘા
SMC Party Plot and community hall (File Image )

Follow us on

સૌથી પહેલા પીપીપી(PPP) કક્ષાએ ગાર્ડન (Garden )આપ્યા બાદ હવે શાસકો પાલિકાના પાર્ટી પ્લોટ(Party Plot )પણ પીપીપી કક્ષાએ આપવા માટે આયોજન કરી રહ્યા છે. શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં તેના પર નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે સુરત કોર્પોરેશન સંચાલિત પાર્ટી પ્લોટ કે જેમાં ધાર્મિક, સામાજિક, લગ્ન સમારોહ, સગાઈ અને રિસેપ્શન અને અન્ય કાર્યક્રમો માટે દરરોજના 15,000 અને દૈનિક 20,000 ડિપોઝીટ ભરવાની રહેશે. આ ઉપરાંત સ્વચ્છતા માટે પ્રતિદિન રૂ. 1500, વીજળી અને ગેસના ઉપયોગ માટે પ્રતિ યુનિટ ચાર્જ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જાહેર હેતુ માટે કામ કરતા રજિસ્ટર્ડ સાર્વજનિક ટ્રસ્ટો, સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે આ દરથી 25 ટકા ઓછા પૈસા લેવામાં આવશે. આ સિવાય સ્વચ્છતા માટે રોજના 1500 રૂપિયા વીજળી અને ગેસના ઉપયોગ માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે. તે જ સમયે, વ્યવસાયિક હેતુ, ધાર્મિક કે સામાજિક અને લગ્ન સમારંભ જેવા કાર્યક્રમો માટે 50 ટકા વધુ ચાર્જ ચૂકવવો પડશે. જો વ્યાપારી વ્યવસાય માટે 5 દિવસ કે તેથી વધુ સમય માટે બુકિંગ કરવામાં આવે તો 25% વધુ દર વસૂલવામાં આવશે.

પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કતારગામ ઝોનમાં ગાર્ડનમાં આ પ્રયોગ જયારે કરવામાં આવ્યો હતો. ત્યારે કોન્ટ્રાક્ટરે પાર્કિંગ ચાર્જ વસૂલતાં કતારગામ ઝોનમાં હંગામો મચી ગયો હતો.પીપીપી કક્ષાએ ગાર્ડન આપ્યા બાદ કોન્ટ્રાક્ટરે પાર્કિંગ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું હતું. આ અંગે આ ઝોનના વરિષ્ઠ નાગરિકોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળો બાદ કોન્ટ્રાક્ટરે પાર્કિંગ ચાર્જ વસુલવાનું બંધ કરી દીધું હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે પાર્ટી પ્લોટ પણ પીપીપી ધોરણે આપવા માટે અમે વિચાર કરી રહ્યા છે. જોકે તેમાં સામાન્ય લોકોનું પણ ધ્યાન રાખવામાં આવશે.તેમને ભાડું મોંઘુ ન પડે અને પોષાય તેવું હોય તે મુજબ રાખવામાં આવશે. કારણ કે પાર્ટી પ્લોટ પીપીપી ધોરણે આપ્યા બાદ કોર્પોરેશનની આવકમાં તો વધારો થશે પણ અમે સામાન્ય લોકોનો પણ વિચાર કરી રહ્યા છીએ.

જોકે આ અંગે વિપક્ષનું કહેવું છે કે સુરત કોર્પોરેશન પાસે આવકના સ્ત્રોત ઓછા છે જેથી હવે ગાર્ડન બાદ પાર્ટી પ્લોટ પણ પીપીપી ધોરણે આપવાનું નક્કી કરવામાં આવનાર છે. પણ જો તેનો બોજો લોકો પર આવશે તો અમે તેનો વિરોધ કરીશું.

Next Article