Surat : આચાર્ય, અધ્યાપકોની ભરતી નથી કરતી તેવી ખાનગી કોલેજોમાં નવાં શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ ફાળવણી નહીં

|

Apr 01, 2022 | 9:06 AM

આમ, કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને યુનિવર્સીટી દ્વારા આ મહત્વનો નિર્ણય કહી શકાય. કારણ કે આચાર્યો, શિક્ષકોની ભરતી વગર જ વિદ્યાર્થીઓને આડેધડ પ્રવેશ આપવામાં આવતા વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉભા થતા હતા.

Surat : આચાર્ય, અધ્યાપકોની ભરતી નથી કરતી તેવી ખાનગી કોલેજોમાં નવાં શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ ફાળવણી નહીં
Education in College (File Image )

Follow us on

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)  સંલગ્ન કોલેજોના જોડાણની પ્રક્રિયા ગુરુવારે મળેલી સિન્ડિકેટની(Syndicate ) બેઠકમાં મંજૂર કરવામાં આવી હતી અને જે કોલેજ(College ) આચાર્ય અને અધ્યાપકોની ભરતીની શરતનું પાલન નહિ કરશે તેવી કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2022-2023 માટે પ્રવેશ ફાળવણી કરવામાં આવશે નહીં . અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી દ્વારા 104 ખાનગી કોલેજોના આચાર્યો અને 300 થી વધુ અધ્યાપકોની ભરતી બહાર પાડી છે . જુદી જુદી 12 વિદ્યાશાખાની કોલેજોના 50 અભ્યાસક્રમોમાં ભરતી પ્રક્રિયા થશે . આ ભરતી 11 માસના કરાર આધારિત હશે .

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિલિડકેટની સભા ગુરુવારે યોજાયેલ સિન્ડિકેટની બેઠકમાં આ ચર્ચા કરવામાં આવી હતી . જેમાં કોલેજોના જોડાણ સંદર્ભે ચર્ચા – વિચારણા કરી મંજૂરી આપવામાં આવી હતી . જે ખાનગી કોલેજોને આચાર્ય અને અધ્યાપકોની ભરતીની શરતને આધીન મંજૂરી આપવામાં આવી છે . તેવી ચાલુ જોડાણ ધરાવતી કોલેજ આચાર્ય અને અધ્યાપકોની ભરતી નહિ કરશે , તો શૈક્ષણિક વર્ષ 2022-2023 માટે તે કોલેજમાં પ્રવેશ ફાળવણી કરવામાં આવશે નહીં તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો . વિદ્યાર્થીઓ બીસીએના અભ્યાસ બાદ એમએસસીઆઇટીમાં પ્રવેશ મેળવી શકે તે માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે .

હાલમાં એમએસસી આઇટીમાં પ્રવેશ ધોરણ -12 ના પરિણામના આધારે આપવામાં આવે છે . હવે બીસીએના અભ્યાસ પછી પણ પ્રવેશ મેળવી શકે તેવી તજવીજ હાથ ધરી છે . બોયઝની નવી હોસ્ટેલ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો . જેનું નામ સ્વામી વિવેદાનંદ બોયઝ હોસ્ટેલ અપાશે . હાલમાં આ સંદર્ભે રિપોર્ટ બનાવવા માટે કમિટીને સૂચના આપવામાં આવી છે . બીસીએ બાદ એમએસસી આઇટીમાં પ્રવેશ અને બોયઝની નવી હોસ્ટેલના નિર્માણ માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આમ, કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને યુનિવર્સીટી દ્વારા આ મહત્વનો નિર્ણય કહી શકાય. કારણ કે આચાર્યો, શિક્ષકોની ભરતી વગર જ વિદ્યાર્થીઓને આડેધડ પ્રવેશ આપવામાં આવતા વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉભા થતા હતા. જેથી હવે આ શરતોનું પાલન નહીં કરે તેઓને આગામી શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ ફાળવણી નહીં કરવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો  :

Surat : દક્ષિણ ગુજરાતના પ્રોસેસર્સ એસોસિયેશન હવે વિદેશોમાંથી સીધો કોલસો આયાત કરશે

Surat : ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેરા પેટે મનપાની તિજોરીમાં 120 કરોડ રૂપિયા વધારે જમા થયા

Next Article