Surat Crime: સુરતના ફૂલવાડીમાં તાપી કિનારે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે દારૂની દુકાને ત્રણ દિવસ વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો 

પ્રેમિકા સાથે ફ્રેન્ડશીપ માટે જીદ કરતા યુવકને મિત્રએ જ મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના બની છે. હરિયાણાના ગરૌડામાં દારૂની દુકાને ત્રણ દિવસ વોચ ગોઠવી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો.

Surat Crime: સુરતના ફૂલવાડીમાં તાપી કિનારે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે દારૂની દુકાને ત્રણ દિવસ વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો 
| Edited By: | Updated on: Jul 12, 2023 | 9:51 PM

Surat : શહેરના તાપી નદીના પાળા ઉપર એક યુવકનું ગળુ કાપી કરાયેલી હત્યાનો ભેદ ઉકેલતાં પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી છે. હત્યારા યુવકની પ્રેમિકા સાથે ફ્રેન્ડશીપની જીદ તેને મોતના મુખમાં ખેંચી ગઈ હતી. ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ફુલવાડી ભરીમાતા રોડ, નહેરુ નગર ઝુપડપટ્ટી પાસે તાપી નદીના પાળા ઉપર 10મી જુનની રાતે સાડા નવેક વાગ્યે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે આસપાસની વસાહતો તથા કારખાનાઓમાં મૃતકનો ફોટો બતાવી ઓળખ માટે કવાયત હાથ ધરી હતી. જેમાં મેહમુદઆલમ નિઝામુદ્દીન અંસારી કે જે રિલાયન્સ એપાર્ટમેન્ટ પટની કોલોની, ખજુરાવાડી વરીયાવી બજાર ખાતે રહેતો હતો. જે યુવકને ઓળખી કાર્યવાહી હાથ ધરી છે.

મેહમુદઆલમે પોલીસને જણાવ્યું હતું કે મૃતક તેનો ભાણેજ મોહમંદ જરદાર મોહમંદ ઇસ્લામ અંસારી છે. તે અઠવાડિયા પહેલા જ સુરત આવ્યો હતો. તે પંડોળમાં ફટાકડાવાડીમાં આવેલા 49 નંબરના ખાતામાં રહેતો અને ત્યાં જ કામ કરવા માંડ્યો હતો.

મૂળ વારાણસીનો વતની એવા જરદાર અંસારીની હત્યા તેના મિત્રએ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જો કે, પવન અંગે કોઈ જ માહિતી ન હતી. લાંબી તપાસ બાદ પવન અગાઉ પંડોળના વીડિયો થિએટરમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું, આ વીડિયો થિયેટર શોધી માલિકની પૂછપરછ કરતાં એ કારખાનાનું સરનામું મળ્યું જ્યાં પવન કામ કરતો હતો. અહીંથી પવન સાથે શાહરૂખ અંસારીને મિત્રતા હોવાનું જાણવા મળતા તેને શોધાયો હતો.

શાહરૂખે આ પવન જાટ હરિયાણાનો વતની હોવાનું જણાવ્યું હતું. જોકે નામ સરનામું મળતાં ચોકબજાર પોલીસની ટીમ હરિયાણાના કરનાલ જીલ્લાના ગરૌડા પહોંચી હતી. અહીં તપાસમાં પવનનું ઘર તો ન મળ્યું પરંતુ તે દારૂની દુકાને આવતો હોવાનું જાણવા મળતા ત્યાં ચારેક દિવસ વોચ ગોઠવાઇ અને તે ઝડપાઇ ગયો હતો. પવન રામપ્રતાપે જાતે પોલીસને જણાવ્યું હતું કે તેને જરદાર સાથે મિત્રતા હતી.

આ પણ વાંચો : રાણપુર પાંજરાપોળમાં 250 પશુના મોત, સંચાલકોના બેદરકારીથી મોત થયાનો આક્ષેપ, જુઓ Video

જો કે આ જરદાર પવનને તેની ગર્લફ્રેન્ડ ફ્રેન્ડશીપ કરાવવા માટે જીદે ચઢયો હતો. પવન દરરોજ ઇન્ટાગ્રામ પર પ્રેમિકા સાથે વાત કરતો હતો. એ વાત કરતો હોય ત્યારે જરદાર પહોંચી જતો અને દોસ્તી કરાવ એમ કહેતો. હત્યાના દિવસે બંને તાપી કાંઠે બેઠા હતા. અહી પવને ગર્લફ્રેન્ડ સાથે વાત શરૂ કરી એટલે જરદારે ફરી ફ્રેન્ડશીપનું કહેતાં તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પવને ગળા અને પેટમાં ચાકુના ઘા મારી જરદારને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો