Surat : મહાનગરપાલિકા કોસાડ અને કરંજ ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 477 કરોડના ખર્ચે વિસ્તૃતીકરણ કરશે

|

Jan 27, 2022 | 11:59 AM

કતારગામ ઝોનમાં આવેલા 134 એમએલડીના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરી પ્લાન્ટની ક્ષમતા 220 એમએલડી સુધીની કરાશે, એ જ રીતે કરંજ વિસ્તારમાં આવેલા 140 એમએલડીના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરી પ્લાન્ટની ક્ષમતા 211 એમએલડી કરાશે

Surat : મહાનગરપાલિકા કોસાડ અને કરંજ ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 477 કરોડના ખર્ચે વિસ્તૃતીકરણ કરશે
Surat: Municipal Corporation to expand Suez treatment plants at Kosad and Karanj at a cost of Rs 477 crore

Follow us on

સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) ના કતારગામ ઝોનમાં આવેલા 134 એમએલડીના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Suez treatment plant)નું વિસ્તૃતિકરણ કરી પ્લાન્ટની ક્ષમતા 220 એમએલડી સુધીની કરવામાં આવશે. એ જ રીતે વરાછા ઝોનના કરંજ વિસ્તારમાં આવેલા 140 એમએલડીના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ પ્લાન્ટની ક્ષમતા 211 એમએલડી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

10 વર્ષના મેન્ટેનન્સ ખર્ચ સાથે અંદાજે 477 કરોડના ખર્ચે આ બંને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાનું વિસ્તૃતિકરણ કરવાની મંજુરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિ (Standing Committee) સમક્ષ રજુ કરવામાં આવી છે. છેલ્લા એક દાયકામાં સુરત શહેરની વસ્તીમાં ખુબ વધારો થયો છે. હદવિસ્તરણ બાદ સુરત શહેરમાં બે નગર પાલિકા અને 27 ગામોનો સમાવેશ થતા નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પુરી પાડવાની જવાબદારી મનપાના માથે આવી છે.

મનપાના કતારગામ ઝોનના વરાછા ઉત્રાણ , અમરોલી , કોસાડ , છાપરાભાઠા અને વરીયાવ સહીતના વિસ્તારમાંથી નિકળતા સુએઝ પાણીનું શુધ્ધિકરણ કરવા માટે મનપા દ્વારા વર્ષો પહેલા કોસાડ ખાતે 134 એમએલડી ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વસ્તીનું પ્રમાણ વધતા આ વિસ્તારમાંથી નિકળતા સુએઝ પાણીના પ્રમાણમાં વધારો થવા સાથે કતારગામ ઝોનમાં નવા વિસ્તારનો સમાવેશ થયો હોય 34 એમએલડી ક્ષમતા ધરાવતા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારીને 220 એમએલડી કરવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે.

પ્લાન્ટ નવીકરણ સાથે ક્ષમતા વધારવાના કામ માટે મનપાએ વિવિધ એજન્સી પાસે ઓફર મંગાવી હતી. પલસાણાના ઉદ્યોગિક એકમોને 125 એમએલડી જેટલું ટ્રીટેડ પાણી કરંજથી પુરૂ પાડી શકાશે. પાડેસરા જીઆઇડીસી બાદ સચીન અને પલસાણા ખાતેના ઔદ્યોગિક એકમોએ ટ્રીટેડ કરેલું સુએઝ વોટર સપ્લાય કરવાની માંગણી કરી છે.

પ્લાન્ટનું વિસ્તૃતિકણ થયા બાદા કરંજ ખાતેના નવા 211 એમએલડીની ક્ષમતાવાળા નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી પલસાણાના ઔદ્યોગિક એકમો (Industrial units) ને રોજનું 125 એમએલડી પાણી સપ્લાય કરી શકાશે. જેના માધ્યમથી મનપાની આવકમાં પણ વધારો થશે.

આ પણ વાંચોઃ Rajkot : ધોરાજીના બિસ્માર માર્ગોને લઇને લોકો પરેશાન, રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો

આ પણ વાંચોઃ Surat ના ડિંડોલી વિસ્તારમાં સગીરા પર ગેંગરેપ, સગીરાએ ફરિયાદ નોંધાવી

Next Article