આગામી 11 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi ) રાજકીય કારણોસર ગુજરાત (Gujarat) આવી રહ્યા છે. સવારે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાન મોદીની હાજરીમાં પ્રદેશ કારોબારીની બેઠકનું પણ આયોજન કરાયું છે. સંભવતઃ કમલમ ખાતે વડાપ્રધાન મોદી પ્રથમ વખત મુલાકાત લેશે. સાંજે 4 કલાકે જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાનના આ ગુજરાત પંચાયત મહાસંમેલન કાર્યક્રમમાં સુરત શહેરમાંથી 200 બસો ભરી કાર્યકરો , અગ્રણીઓ હાજર રહેશે.
વડાપ્રધાન મોદી તમામ સરપંચો ઉપરાંત કોર્પોરેટરો, ભાજપના કાર્યકરો ,અગ્રણીઓ સાથે રૂબરૂ થશે. વડાપ્રધાનના આ ગુજરાત મહા સંમેલન કાર્યક્રમમાં સુરત શહેરમાંથી 200 બસો ભરી કાર્યકરો અને અગ્રણીઓ હાજર રહેશે. બુધવારે શહેર ભાજપ કાર્યાલય ખાતે આ અંગે મળેલી સંકલન બેઠકમાં તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
બસની વ્યવસ્થા, કાર્યકરોના નાસ્તા – ભોજન સહિતની સુવિધાઓ માટે અલગ – અલગ જવાબદારી સોંપવામાં આવી છે. દરેક વોર્ડમાંથી ઓછામાં ઓછી 7 બસ ભરી કાર્યકરોને લઈ જવાનું આયોજન કરાયું છે. ગુરુવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ દરેક વોર્ડમાં નિર્ધારિત કરેલ સ્થળેથી બસ અમદાવાદ તરફ રવાના થશે. સવારે 7 કલાકે વસ્ત્રાપુર ખાતે બ્રેકફાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે બપોરે 1 કલાકે ઓગણજ સર્કલ પાસે પાર્ટી પ્લોટમાં લંચ અને વિરામની સુવિધા ઉભી કરવામાં આવી છે.
બપોરે 3 કલાકે પાર્ટીપ્લોટથી જીએમડીસી કાર્યક્રમ તરફ તમામ બસો રવાના કરવામાં આવશે અને વડાપ્રધાન મોદીના ગુજરાત પંચાયત મહાસંમેલન કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સાંજે 6 કલાકે બસ સુરત પરત આવવા નીકળશે. રાત્રે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે તમામ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો સહિતના અગ્રણીઓને ફરજિયાતપણે કાર્યકરો સાથે બસમાં અમદાવાદ પહોંચવાનું રહેશે. ખાનગી વાહનોના ઉપયોગ પર પણ એક રીતે મનાઈ ફરમાવવામાં આવી છે.
આમ, વડાપ્રધાનની આ મુલાકાતથી વિધાનસભા ચૂંટણીના તૈયારીના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે. ત્યારે તેની સાથે દરેક શહેરોના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોને જોડવા માટે આ આયોજન ખાસ ગોઠવવામાં આવ્યું છે. મેં આ સુરત શહેરમાંથી પણ અંદાજે 10 હજાર જેટલા કાર્યકરો અમદાવાદ ખાતે રવાના થવાના છે. ત્યારે તેમના માટે 200 બસોની વ્યવસ્થા ઉભી કરવાની સાથે સાથે કાર્યકરોના નાસ્તા, ભોજન અને બસની વ્યવસ્થા અંગે પણ જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : Gandhinagar: સત્યાગ્રહ છાવણી ખાતે ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓનું આંદોલન
આ પણ વાંચો : Surat: ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી ફેનીલ કોર્ટમાં બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયો, સ્વસ્થ થતાં ફરી કોર્ટમાં લઈ જવાયો