Surat: વરાછાની વર્ષો જૂની અશોકનગર ઝૂંપડપટ્ટી પાસે હાથ ધરાયું મેગા ડિમોલિશન

|

May 03, 2023 | 6:48 PM

ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ  જણાવ્યું હતું કે, સરકારને એટલું નિવેદન છે કે, અમને થોડો સપોર્ટ મળવો જોઈએ. અમે પણ ભારતના નાગરિક છીએ. અમને પણ જીવવાનો અધિકાર છે. એક અપીલ છે કે, આટલા વર્ષો પછી અમે ક્યાં જઈશું.

Surat: વરાછાની વર્ષો જૂની અશોકનગર ઝૂંપડપટ્ટી પાસે હાથ ધરાયું મેગા ડિમોલિશન

Follow us on

સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે આવેલી અશોકનગર ઝૂંપડપટ્ટીમાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી જ પાલિકાના વરાછા ઝોનની ટીમો પહોંચી ગઈ હતી અને  મેગા ડિમોલિશન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનના પગલે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

વરાછા ઝોન દ્વારા ડિમોલિશન હાથ ધરાયું

સુરતના વરાછા વિસ્તારમાં એકે રોડ ખાતે વર્ષો જૂની અશોકનગર ઝૂંપડપટ્ટી આવેલી છે. આ ઝુપડપટ્ટી રેલવે લાઈન નજીક આવેલી છે. પાલિકા દ્વારા આ ઝૂંપડપટ્ટીને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને પગલે આજે વહેલી સવારથી જ પાલિકાના વરાછા ઝોન દ્વારા મોગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.

ઝૂંપડપટ્ટી 50 વર્ષથી  અસ્તિત્વમાં છે

ઝૂંપડપટ્ટીના રહેવાસી અશ્વિન વાડતિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી અહીં રહીએ છીએ. આ ઝુપડપટ્ટી 50 વર્ષથી છે. અત્યાર સુધી પાલિકા દ્વારા અમને કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવી નથી. આજ સુધી આ ઝુપડપટ્ટીને બચાવવા ખૂબ જ મહેનત કરી છે. રેલવે ટ્રેકથી 15થી 17 ફૂટ સુધી રેલવેની જગ્યા હોવાના નિશાન કરવામાં આવેલા છે. આ નિશાનો જોયા વગર જ આ આખી ઝૂંપડપટ્ટી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ઝૂંપડપટ્ટીમાં 576 પરિવાર રહેતા હતા

વધુમાં જણાવ્યું હતું કે, આ ઝૂંપડપટ્ટી 50 વર્ષથી છે. જેમાં 576 ઘર છે. હું અહીં નાનેથી મોટો થયો છું. અત્યારથી પરિસ્થિતિ એવી છે અમને કોઈ ભાડે રૂમ પણ નથી આપતું. આ વિસ્તારમાં હાલ ડિમોલિશનના કારણે કેટલાક લોકો રેલવે ટ્રેક પર પોતાના સામાન રાખીને બેઠાં છે. અત્યારે એવી ભયાનક પરિસ્થિતિ છે કે કોઈ અમારું સાંભળવા તૈયાર નથી. લોકોમાં રોષ સાથે દુખ પણ છે.

આટલા વર્ષો પછી અમે ક્યાં જઈશું એવો  રહીશોનો પ્રશ્ન

ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ  જણાવ્યું હતું કે, સરકારને એટલું નિવેદન છે કે, અમને થોડો સપોર્ટ મળવો જોઈએ. અમે પણ ભારતના નાગરિક છીએ. અમને પણ જીવવાનો અધિકાર છે. એક અપીલ છે કે, આટલા વર્ષો પછી અમે ક્યાં જઈશું. બેઘર થઈ ગયા છે. ન ઘરનું ઠેકાણું છે કે રહેવાનું. હાલ આ પરિસ્થિતિ વચ્ચે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.

બે મહિનાના સંવાદ બાદ ડિમોલિશન હાથ ધરાયું હતું.

ડીએચ ગોર (રેલવે DySP)એ જણાવ્યું હતું કે, આજે 450 જેટલા ઘરોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા બે મહિનાથી આ માટે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે સંવાદ કરવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.

Published On - 6:47 pm, Wed, 3 May 23

Next Article