Surat: અમરોલી ત્રિપલ મર્ડર કેસની ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક

|

Dec 25, 2022 | 3:20 PM

હુમલાની ઘટના બાદ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ ત્રણેયના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં આરોપીઓએ પહેલા ચપ્પુ વડે કારખાના માલિક તેમજ તેમના પિતા પર હુમલો કર્યો હતો.

Surat: અમરોલી ત્રિપલ મર્ડર કેસની ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક
Surat Murder

Follow us on

સુરતના અમરોલીમાં ત્રિપલ મર્ડરની ઘટના બની હતી. કારખાનાના માલિકે કોઈ કરાણસર ધમકાવતા અદાવત રાખીને આ સગીરોએ કારખાનાના માલિક અને અન્ય બે ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ત્રણેય ઇજાગ્રસ્તોના ટૂંકી સારવાર દરમિયાન મોત થયાં હતા. આ ઘટના અંગે  પોલીસ કમિશ્નરની કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક મળી. આ બેઠકમાં  ધારાસભ્યો અને સમાજના આગેવો પણ  હાજર રહેશે. સુરતના અમરોલીમાં ટ્રિપલ હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી.  માલિકે નોકરીમાંથી કાઢી મૂકતા કારીગરે તેના મળતિયાઓ સાથે મળી કારખાના માલિક સહિત ત્રણની હત્યા કરી નાખી છે.

ત્રિપલ મર્ડર કેસ અંગે સુરતના ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે હત્યા કરનારા બે સગીરની અટકાયત કરી લેવામાં આવી છે. આ કારીગરો 10 દિવસ પહેલા જ કામે લાગ્યા હતા અને તેઓ રાત્રિના 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી કામ કરતા હતા. માલિક કારખાને પહોંચ્યા ત્યારે કારીગર સૂતો હતો. આ અંગે ઠપકો આપતા મામલો ગરમાયો હતો. ત્યારબાદ આ સમગ્ર ઘટના બની હતી.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

 

ઘટનાની વાત કરીએ તો વેદાંત ટેકસોના માલિક કલ્પેશ ધોળકીયાએ તેમના કારીગરોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જેને લઈને છુટ્ટાહાથની મારામારી સર્જાઈ હતી. આ મારામારીમાં કલ્પેશ પર કારીગરોએ જ હુમલો કરી દીધો હતો. જેમાં કલ્પેશને બચાવવા તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ આવ્યા હતા. આ દરમિયાન તેમને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા.

આરોપીઓ કારખાના માલિક સહિત 3ની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે સમગ્ર મામલે હત્યાને અંજામ આપનાર બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ પરપ્રાંતિય હોવાનું અને એક આરોપી સગીર હોવાની માહિતી મળી રહી છે.

હુમલાની ઘટના બાદ  ત્રણેય ઇજાગ્રસ્તોને  સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ ત્રણેયના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આરોપીઓએ પહેલા ચપ્પુ વડે કારખાના માલિક તેમજ તેમના પિતા પર હુમલો કર્યો હતો. આ  મારામારીમાં બાપ દીકરાને બચાવવા જતા મામા પણ ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન ત્રણેયના મોત થયાં  હતા.

Published On - 3:19 pm, Sun, 25 December 22

Next Article