Surat : એરપોર્ટ પર ખોવાયેલી બંગડી ફક્ત 11 કલાકમાં જ શોધી દેવાઈ, સીસીટીવી અને CISFના જવાનોની મદદ લેવાઈ

|

Jul 14, 2022 | 10:04 AM

સોનાની (Gold ) બંગડી એક રિક્ષા ચાલકને મળી હતી અને તેણે તે સોનાની બંગડી બીજા રિક્ષા ચાલકને આપી હતી. જેથી સીઆઇએસએફે તરત જ તે રિક્ષા ચાલકને શોધીને તેની પાસેથી બંગડી મેળવી હતી.

Surat : એરપોર્ટ પર ખોવાયેલી બંગડી ફક્ત 11 કલાકમાં જ શોધી દેવાઈ, સીસીટીવી અને CISFના જવાનોની મદદ લેવાઈ
Lost bangles found (File Image )

Follow us on

સુરત એરપોર્ટ (Airport ) પર ખોવાયેલી સોનાની બંગડી (Bangles )  ફક્ત 11 કલાકમાં જ શોધી કાઢીને તેના મૂળ માલિકને (Owner )પરત કરવામાં આવી હતી. સીઆઈએસએફ ના જવાનોએ સીસીટીવીની મદદથી આ બંગડીને શોધવા માટે મહેનત કરી હતી. અને ટૂંક જ સમયમાં આ બંગડી શોધી લેવામાં સફળતા મળી હતી.

રવિવારે રાતે  સાડા અગિયાર કલાકે પેસેન્જર તસ્નીમ મસૂર દીવાનજીએ સુરત એરપોર્ટના ડિરેક્ટર અમન સૈનીને ઇમેલ કર્યો હતો. જેમાં લખાયું હતું કે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટથી અમે સુરત આવ્યા હતા. પણ ઇમિગ્રેશન અને કસ્ટમની કામગીરી પૂર્ણ કરવામાં મારી એક સોનાની બંગડી ખોવાય છે.

સીઆઇએસએફે સીસીટીવીની મદદથી સોનાની બંગડી શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેવામાં જ સીસીટીવીમાં 00:21 કલાકે કસ્ટમ વિભાગ પાસે સોનાની બંગડી તસ્નીમના હાથમાંથી એક્સ રે બેગ ચેકર મશીન નીચે પડી હતી. જ્યાંથી માતા પિતા સાથે આવેલ એક પાંચ વર્ષના બાળકે તે સોનાની બંગડી ઉપાડીને તેની સાથે રમવા લાગ્યો હતો.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જે પછી ટર્મિનલ બિલ્ડિંગ બહાર માતા પિતા રિક્ષા પકડવાની ઉતાવળમાં હોય અને બાળકના હાથમાંથી તે સોનાની બંગડી નીચે પડી ગઈ હતી. તે પછી આ સોનાની બંગડી એક રિક્ષા ચાલકને મળી હતી અને તેણે તે સોનાની બંગડી બીજા રિક્ષા ચાલકને આપી હતી. જેથી સીઆઇએસએફે તરત જ તે રિક્ષા ચાલકને શોધીને તેની પાસેથી બંગડી મેળવી હતી.

એરપોર્ટ ડિરેક્ટર નું કહેવું હતું કે અમારી પાસે આવતી મુસાફરો ની દરેક ફરિયાદો અને તેમની સુવિધાનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. હાથની એક નાની બંગડી શોધવાનું કામ ખુબ મુશ્કેલ હતું. પણ અમે સીસીટીવી અને સીઆઈએસએફ જવાનોની મદદથી આ બંગડીને શોધવા માટે ખાસ મહેનત કરી હતી. જોકે આ મહેનત સફળ થઇ હતી. અને અમને 11 કલાકમાં જ મુસાફરની બંગડી શોધવામાં સફળતા મળી ગઈ હતી. આ બંગડી અમે મૂળ માલિકને સંપર્ક કરી પરત અપાવી હતી. તેઓએ પણ સુરત એરપોર્ટ ઓથોરિટી અને સીઆઈએસએફ જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Article