Surat : ડિજિટલાઇઝેશનના જમાનામાં પણ લોકો ઓનલાઈન નહિ લાઈનમાં ઉભા રહેવા મજબુર, ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવવા લાંબી કતાર

|

Feb 03, 2022 | 9:45 PM

હાલમાં યોજાનારી તલાટી કમ મંત્રીની ભરતી પ્રક્રિયાની કામગીરીને પગલે નોન ક્રીમિલેયરના દાખલા માટે વહેલી સવારથી ઉમટી પડતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે .

Surat : ડિજિટલાઇઝેશનના જમાનામાં પણ લોકો ઓનલાઈન નહિ લાઈનમાં ઉભા રહેવા મજબુર, ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવવા લાંબી કતાર
Surat: Long queue for Criminal Certificate in the age of digitalisation

Follow us on

Surat :  રાજ્યમાં યોજાનારી તલાટીની પરીક્ષાને પગલે વધુ એક વખત ઉમેદવારો નોન- ક્રીમિલેયરના સર્ટિફિકેટ (Non Criminal Certificate) માટે લાંબી કતારોમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા છે . એક તરફ ડિજિટલાઇઝેશનની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ વિદ્યાર્થીઓને આજે પણ ફોર્મ મેળવવા માટે લાંબી લાંબી લાઈનોમાં (line) ઉભા રહેવું પડે છે, એ હકીકત છે.

સુરતમાં જુની બહુમાળી ભવન ખાતે આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નોન ક્રિમીલેયરના દાખલા માટે કતારબદ્ધ નજરે પડ્યા હતા .

હાલમાં યોજાનારી તલાટી કમ મંત્રીની ભરતી પ્રક્રિયાની કામગીરીને પગલે નોન ક્રીમિલેયરના દાખલા માટે વહેલી સવારથી ઉમટી પડતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે .

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કો૨ોનાની ગાઈડ લાઈનને પગલે કચેરી દ્વારા સવારે 10.30 સુધી ટોકન આપવામાં આવે છે . જેને પગલે એક સર્ટિફિકેટ માટે અરજદારોએ બે થી ત્રણ દિવસ સુધી ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે .

આ સિવાય ટોકન મેળવ્યા બાદ ઓનલાઈન અરજી કરવા માટે સાંજે 4.30 થી 5.30 કલાકનો સમય નક્કી કરવામાં આવતાં અરજદારોનો આખો દિવસ વેડફાઈ રહ્યો છે .

આજે સવારથી લાઈનમાં ઉભેલા લોકોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે , સર્ટિફિકેટ માટે પડી રહેલી હાલાકીને દુર કરવા માટે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવી રહ્યા નથી . જો ટોકન મેળવવા માટેના સમયમાં અને ટોકનની સંખ્યામાં વધારો કરવામાં આવે તો રોજેરોજ ક્લાકો સુધી લાઈનમાં ઉભા રહેવામાંથી સેંકડો વિદ્યાર્થીઓને રાહત મળી શકે છે .

આ પણ વાંચો : Sabarkantha: તલોદ નગર પાલિકાના સભ્યોએ અચાનક રાજકીય માહોલ ગરમ કરી દીધો, રાજીનામા ધરી ધારાસભ્ય અને પ્રમુખને ભીંસમાં લીધા

આ પણ વાંચો : UP Election 2022: મુરાદાબાદ પહોંચેલા રાજનાથ સિંહે સપા અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, સપાની હાલતને ગણાવી દયનીય

Next Article