સુરત: ટેક્સ્ટાઈલ માર્કેટમાં સતત બીજા 55 કિલોથી વધુના પાર્સલ ઉઠાવવા મુદ્દે મજૂરો અને ટ્રાન્સપોર્ટરોએ નોંધાવ્યો વિરોધ

|

Jan 19, 2023 | 4:57 PM

Surat: સુરતમાં સતત બીજા દિવસે ટેક્સ્ટાઈલ માર્કેટમાં મજૂરો અને ટ્રાન્સપોર્ટરોનો વેપારીઓ સામે વિરોધ યથાવત જોવા મળ્યો. જેમા 55 કિલોથી વધુના પાર્સલ ઉઠાવવા મુદ્દે સતત બીજા દિવસે ટ્રાન્સપોર્ટરો અને મજૂરોએ ભારે વિરોધ નોંધાવ્યો છે.

સુરત: ટેક્સ્ટાઈલ માર્કેટમાં સતત બીજા 55 કિલોથી વધુના પાર્સલ ઉઠાવવા મુદ્દે મજૂરો અને ટ્રાન્સપોર્ટરોએ નોંધાવ્યો વિરોધ
Laborers

Follow us on

શું કોઇ 60 કિલો વજન ધરાવતો માણસ 90થી 100 કિલો વજન રોજ ઉંચકે તો તેની હાલત શું થાય? બસ આ જ વાતને લઇને સુરત ટેક્સટાઇલ માર્કેટમાં મજૂર અને ટ્રાન્સપોર્ટર દ્વારા વિરોધ કરાયો. 15 જાન્યુઆરી બાદ 55 કિલોથી વધુના પાર્સલ નહીં ઉપાડવાનો નિર્ણય અમલી થયો છે જેને લઇને વેપારીઓ અને મજૂર ટ્રાન્સપોર્ટર વચ્ચે ખેંચતાણ જોવા મળી.

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં બીજા દિવસે પણ વિરોધ યથાવત રહ્યો. 55 કિલોથી વધુના પાર્સલ ઉઠાવવા મુદ્દે સતત બીજા દિવસે ટ્રાન્સપોર્ટરો અને મજૂરોએ ભારે વિરોધ નોંધાવ્યો. ટ્રાન્સપોર્ટર 55 કિલોથી વધુના માલના લાખો રૂપિયાના પાર્સલ ગોડાઉનથી પરત કરી રહ્યાં છે. મજૂરો અને ટ્રાન્સપોર્ટરોનો આરોપ છે કે વેપારીઓએ તેમના લાભ માટે પાર્સલનો વજન વધારી 100 કિલો કર્યો છે. આ દર્દ છે, આ પીડા છે, 60 કિલો વજનનો માણસ 90થી 100 કિલોના પાર્સલ ઉપાડી રહ્યો છે. કેમ કે વેપારીઓ પોતાના રૂપિયા બચાવવા મજૂર પર અત્યાચાર ગુજારતા હોવાનો મજૂરોનો આક્ષેપ છે.

15મીથી ટેક્સટાઈલ માર્કેટમાં મજૂરોએ 55 કિલોથી ભારે પાર્સલો ઉંચકશે નહીં તેવો નિર્ણય કર્યો. સોમવારથી મજૂરોએ ભારે પાર્સલ ઉંચક્યા ન હતા અને ટ્રાન્સપોર્ટરોએ પણ પાર્સલ પરત મોકલી આપ્યા હતા. જો કે, અનેક વેપારીઓએ 55 કિલોથી વધારેના પાર્સલ તૈયાર કરી રાખ્યા હતાં. પરંતુ મજૂરોને કહ્યું કે, આ પાર્સલ 13 તારીખના છે એટલે તેને લઈ જાવ, મજૂરો પાર્સલ લઈને ટ્રાન્સપોર્ટરને ત્યાં આપવા ગયા હતાં, પરંતુ ટ્રાન્સપોર્ટરોએ ના પાડી દીધી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા


આ પણ વાંચો: સુરત: રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્વચ્છતાનો આપ્યો અનોખો સંદેશ, ડુંગરા ગામની સરકારી પ્રાથમિક શાળાના ટોયલેટ બાથરૂમની કરી જાતે સફાઈ

ખાસ કરીને વધારે વજનના પાર્સલ ઉંચકવાને કારણે મજૂરોની શારીરિક સ્થિતિ કથળી રહી છે. ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ટેક્સટાઈલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયને 15મીથી આ નિર્ણય લીધો હતો. એટલું જ નહીં, ટ્રાન્સપોર્ટરે ચીમકી ઉચ્ચારી છે કે જો 55 કિલોથી નીચેના પાર્સલ બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

ટ્રાન્સપોર્ટરોના નિર્ણયને લઈને મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને 55 કિલોથી વધારેના પાર્સલ નહીં ઉચકવાની બાબતનો વિરોધ કરવામાં આવ્યો. જો કે મજૂરોની ચિંતા એ છે કે અત્યારે આ સ્થિતિ હોય તો 45 અને 50 વર્ષે તેમની શું હાલત થાય.. ત્યારે તેમના પર કૃપા દ્રષ્ટિ કરી 55 કિલોના પાર્સલનો જ નિયમ લાગુ રહે તેવી તેમની માગ છે.

Published On - 11:58 pm, Tue, 17 January 23

Next Article