વૃદ્ધોની(Elder ) વાત તો દૂર, હવે તો 25થી 40 વર્ષના યુવાનો પણ ઘૂંટણના(Knees ) દુખાવાથી પરેશાન છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ(Civil ) હોસ્પિટલમાં દરરોજ 15 થી 20 દર્દીઓ સારવાર માટે આવે છે. ડોક્ટર્સનું કહેવું છે કે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ હવે તો ઘૂંટણની સમસ્યાથી પરેશાન છે. તેમના ઘૂંટણમાંદુખાવો ઇજાગ્રસ્ત દર્દીઓ કરતાં અલગ છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો ઘૂંટણના દુખાવાને આર્થરાઈટિસ તરીકે ઓળખે છે, જ્યારે ઘૂંટણના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. તેની સારવાર પણ અલગ છે. ખાસ વાત એ છે કે ઘૂંટણના દર્દના દર્દીઓમાં સૌથી સામાન્ય બાબત એ છે કે તેમનો બોડી માસ ઈન્ડેક્સ ખરાબ થઈ રહ્યો છે. ડૉક્ટર્સ કહે છે કે બધું જીવનશૈલી પર નિર્ભર કરે છે. એટલે કે જીવનની ખોટી આદતોના કારણે આ બીમારી વધી રહી છે. બગડતા બોડી માસ ઇન્ડેક્સ સાંધાઓને અસર કરે છે.
સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડોકટરો જણાવે છે કે ઘૂંટણની ઇજા, ઘૂંટણ પર વધુ તાણ, લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું અથવા ઉભા રહેવું, સ્નાયુઓ નબળા પડવાથી થાય છે. 40 વર્ષથી વધુ ઉંમરના હોય ત્યારે હાડકાં ઘસાઈ જાય છે અથવા નબળા પડી જાય છે. આ દરમિયાન ધ્યાન આપવું જરૂરી છે. લોકોની જીવનશૈલી ખરાબ થઈ ગઈ છે. આ સમસ્યા શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે થાય છે.આ ઉંમરે કેલરી બર્ન કરવી મહત્વપૂર્ણ છે. ઘણા કલાકો સુધી સતત એક જ સ્થિતિમાં બેસવું જોઈએ નહીં. આજે આ જ કારણથી યુવાનોમાં આવી સમસ્યા ઝડપથી વધી રહી છે.
આ પણ વાંચો :