Surat માં આવકવેરા વિભાગના ડાયમંડ કંપની પર દરોડા, પાંચ શહેરમાં તપાસ શરૂ

|

Sep 23, 2021 | 12:04 PM

સુરતની ઈન્કમટેકસ વિભાગની ઈન્વેસ્ટીગેશન વિંગે સુરત નવસારી મુંબઈ સહિત કુલ 5 શહેરોના 20 સ્થળો પર દરોડા પાડયા છે. જેમાં 50 અધિકારીઓ દ્વારા મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી.

સુરતની ઈન્કમટેકસ વિભાગની ઈન્વેસ્ટીગેશન વિંગ એક્શનમાં આવી છે.હીરા ઉત્પાદન અને એક્સપોર્ટ કરતી કંપની પર દરોડા પડ્યો છે. સુરત નવસારી મુંબઈ સહિત કુલ 5 શહેરોના 20 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં 50 અધિકારીઓ દ્વારા મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી.

જ્યારે કરચોરીની આશંકા હોવાથી આ રેડ કરવામાં આવી છે. જેમાં કંપનીના સંચાલકોના ઘરે અને કર્મચારીના ઘરે રેડ પાડવામાં આવી છે.હીરા ઉદ્યોગની કંપની પર કરેલી રેડ બાદ તપાસનો રેલો મોરબી સુધી પહોંચ્યો હતો. મોરબીમાં સિરામિક ઉદ્યોગના એક ગ્રુપ પર આયકર વિભાગની ટીમ દ્વારા સર્ચ સરવે અને ક્રોસ તપાસ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ, સુરત- કડોદરા માર્ગ પર પાણી ભરાયા

આ પણ વાંચો : વલસાડ જિલ્લાનો મધુબન ડેમ ભયજનક સપાટીએ, ડેમના 10 દરવાજા ખોલી નખાયા

Next Video