Surat : સુરતમાં જવેલરી ઉત્પાદકોનો નવતર પ્રોજેક્ટ, કર્મચારીઓની અછત ઉકેલવા મફત ટ્રેનિંગ આપવાનું શરૂ

|

Jan 06, 2022 | 9:14 AM

અભ્યાસક્રમનો સમયગાળો સાડા ત્રણ મહિનાનો હશે, જ્યાં સહભાગીઓને આઠ કલાકની તાલીમ આપવામાં આવશે, જેમાં દર મહિને રૂ. 7,000 સ્ટાઈપેન્ડ સાથે જ્વેલરી યુનિટમાં ચાર કલાકની પ્રેક્ટિકલ તાલીમનો સમાવેશ થાય છે.

Surat : સુરતમાં જવેલરી ઉત્પાદકોનો નવતર પ્રોજેક્ટ, કર્મચારીઓની અછત ઉકેલવા મફત ટ્રેનિંગ આપવાનું શરૂ
jewelry association start providing free training (File Image )

Follow us on

સુરતના જવેલરી ઉત્પાદકોએ જવેલરી(Jewelry ) બનાવવાના ક્ષેત્રમાં કારકિર્દી (Career )બનાવવા માટે રસ ધરાવતા અને તેમાં નોકરી શોધનારાઓને મફત 3D CAD જ્વેલરી ડિઝાઇનની તાલીમ આપવા માટે એક નવતર પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેથી ઉદ્યોગમાં તાલીમબદ્ધ કામદારોની ગંભીર અછતને ઉકેલી શકાય.

કોરોના રોગચાળાના પડકારોના પરિણામે, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (SJMA), જે સુરતમાં લગભગ 400 જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે, તે ઉદ્યોગના કર્મચારીઓની અછતના મુદ્દાને ઉકેલવા ઈચ્છુકોને મફત તાલીમ આપનારી ભારતની પ્રથમ સંસ્થા બની છે.

જવેલરી એસોસિયેશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે , “સુરતે ઝડપથી દેશના જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સેન્ટર તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે. SJMA પાસે 400 નોંધાયેલા સભ્યો છે, જેમાં ઘણા વધુ નાના વ્યવસાયો સ્થાનિક અને વિદેશી બજારો માટે જ્વેલરીનું ઉત્પાદન કરે છે. રોગચાળા બાદ , ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે જ્વેલરીની માંગમાં તેજી આવી છે, જેના પરિણામે તાલીમબદ્ધ શ્રમિકોની મોટી માંગ છે. પરિણામે, અમે આ ક્ષેત્ર માટે કુશળ કારીગરો માટે તેમજ નોકરી શોધનારાઓને મફત તાલીમ આપવા માટે એક પહેલ સ્થાપવાનું નક્કી કર્યું છે.”

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

SJMA એ 3D CAD જ્વેલરી ડિઝાઇનિંગ કોર્સ કરવા ઇચ્છતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવાનું શરૂ કર્યું છે. અભ્યાસક્રમનો સમયગાળો સાડા ત્રણ મહિનાનો હશે, જ્યાં સહભાગીઓને આઠ કલાકની તાલીમ આપવામાં આવશે, જેમાં દર મહિને રૂ. 7,000 સ્ટાઈપેન્ડ સાથે જ્વેલરી યુનિટમાં ચાર કલાકની પ્રેક્ટિકલ તાલીમનો સમાવેશ થાય છે.

ખાનગી સંસ્થાઓ 3D CAD જ્વેલરી ડિઝાઇનિંગ કોર્સ માટે ઉમેદવારો પાસેથી રૂ. 35,000 ચાર્જ કરે છે. તેઓએ ઉમેર્યું  હતું કે, અમે સરકારની સ્કીલ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ મંજૂર કરેલ કોર્સ મફતમાં ઓફર કરીએ છીએ. 3D CAD ડિઝાઇનિંગની તાલીમ આપવા માટે લગભગ 30 કોમ્પ્યુટર પહેલેથી જ ખરીદવામાં આવ્યા છે.

હલ મેન્યુફેક્ચરિંગ જરૂરિયાતો પૂરી કરવા માટે ઉદ્યોગને લગભગ 10,000 જ્વેલરી ડિઝાઇનર્સની જરૂર છે. તેની સામે ઉદ્યોગમાં 5,000 ડિઝાઇનરોનું કુશળ કાર્યબળ છે. “કોર્સ પૂરો થયા પછી, વ્યક્તિ દર મહિને લગભગ 40 થી 50 હજાર કમાઈ શકે છે. અમે જ્વેલરી વર્કનું આઉટસોર્સિંગ કરીએ છીએ, જ્યાં ટ્રેઈન થયેલો વ્યક્તિ પોતાનો વ્યવસાય કરી શકે છે”

આ પણ વાંચો : Surat માં અરેરાટી ભરી ઘટના: કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા સૂતેલા 5 મજૂરોનું મોત, 20 સારવાર હેઠળ

આ પણ વાંચો : SURAT : શહેરમાં CORONA વાયરસના 630 નવા કેસ, જાણો ક્યાં ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા

Next Article