Surat: ઉધના વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના, સીસીટીવી Video સામે આવ્યો

સુરત શહેરમાં અવાર નવાર મોબાઈલ સ્નેચીગ અને મોબાઈલ ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ભૂતકાળમાં પોલીસ દ્વારા આવા મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડવામાં આવ્યા છે તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે.

Surat: ઉધના વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના, સીસીટીવી Video સામે આવ્યો
Surat Mobile Snatching Gang
| Edited By: | Updated on: Apr 08, 2023 | 5:11 PM

સુરત શહેરમાં અવાર નવાર લોકોના મોબાઈલ ફોન ચોરી થવાની તેમજ રસ્તે પસાર થતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરી બાઈકર્સ ગેંગ ફરાર થઇ જતી હોવાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે આવી જ એક વધુ ઘટના સુરત શહેરમાં સામે આવી છે સુરતના ઉધના વિસ્તારમાં એક મોબાઈલ સ્નેચિગની ઘટના સામે આવી છે જેમાં ટેમ્પા ડ્રાઇવર પાસે જઈને એક ઈસમ મોબાઈલ ઝૂંટવી અન્ય સાગરીત સાથે બાઈક પર બેસી ફરાર થઇ જાય છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ શૉશ્યલ મીડિયામાં વાયરલ થયા છે

સુરત શહેરમાં અવાર નવાર મોબાઈલ સ્નેચીગ અને મોબાઈલ ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ભૂતકાળમાં પોલીસ દ્વારા આવા મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડવામાં આવ્યા છે તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં મઢીની ખમણી નજીક એક ટેમ્પો ડ્રાઇવર સિમેન્ટ ભરેલો ટેમ્પો લઈને માલ ખાલી કરવા માટે આવ્યો હતો અને તે દુકાન બંધ હોવાથી ટેમ્પો પાર્ક કરીને ઉભો હતો. આ દરમ્યાન ત્યાં બાઈક પર ત્રણ ઈસમો આવ્યા હતા અને ત્રણ પૈકીનો એક ઇસમ બાઈક પરથી ઉતરીને આગળ ચાલ્યો જાય છે.

બેસેલા યુવક પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરીને ભાગે છે

જયારે બે ઈસમો બાઈક પાસે ઉભા રહે છે. આ દરમ્યાન એક ઇસમ ત્યાં રેકી કરીને બાઈકની નબર પ્લેટ ઢાકી દે છે. અને બાદમાં એક ઇસમ બાઈક પાસે ઉભો રહે છે અને એક ઇસમ ટ્રક ડ્રાઈવર પાસે જઈને સીટ પાસે બેસેલા યુવક પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરીને ભાગે છે અને બાદમાં મોપેડ પર બેસી તેના સાથી સાથે ફરાર થઇ જાય છે. આ સમયે ડ્રાઇવર બંને સનેચરોને પકડવાની કોશિશ પણ કરે છે પરંતુ બંને ઈસમો ભાગવામાં સફળ રહે છે.

નવી મોડ્સ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ શૉશ્યલ મીડિયામાં વાયરલ થયા છે સુરતમાં પોલીસ ચોપડે પણ આવા અસંખ્ય મોબાઈલ સ્નેચિંગના ગુના નોંધાઇ ચુક્યા છે. તેમ છતાં શહેરમાં મોબાઈલ સ્નેચરોનો આતંક હજી યથાવત છે. હમણાં સુધી આ સ્નેચરો માત્ર રાહદારી અથવા બાઇક પર જતાં લોકોને નિશાન બનાવતા હતા.પરંતુ હવે આ સ્નેચિંગ કરતી ગેંગ દ્વારા નવી મોડ્સ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે. વહેલી સવારે શહેરી વિસ્તારમાં આ ગેંગ રેકી કરે છે.

જ્યાં ટ્રક ડ્રાયવરો કોઈ માલ સામાન ખાલી કરવા માટે ઉભા હોય, તે દરમ્યાન ડ્રાયવરના ઉપરના ખિસ્સામાં અથવા તો વાત કરતી વેળાએ મોબાઈલ સ્નેચિંગ કરી ભાગી છૂટે છે. ત્યારે પોલીસ આવા મોબાઈલ સનેચરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:08 pm, Sat, 8 April 23