સુરત : સ્પા સંચાલકની બળાત્કારના ગુનામાં પોલીસે ધરપકડ કરી

સુરત : પાલના પીપલ્સ વેલનેશ સ્પા સંચાલક સામે યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. સ્પામાં ભાગીદારે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. સૂત્રો અનુસાર પાલના ભાગ્યરત્ન કોમ્પલેક્ષમાં ચાલતા સ્પામાં નોકરી કરતી યુવતી સાથે સ્પાના માલિકે બાકી પગાર મુદ્દે મારામારી કરી હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

સુરત :  સ્પા સંચાલકની બળાત્કારના ગુનામાં પોલીસે ધરપકડ કરી
| Edited By: | Updated on: Dec 03, 2023 | 11:30 AM

સુરત : પાલના પીપલ્સ વેલનેશ સ્પા સંચાલક સામે યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. સ્પામાં ભાગીદારે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. સૂત્રો અનુસાર પાલના ભાગ્યરત્ન કોમ્પલેક્ષમાં ચાલતા સ્પામાં નોકરી કરતી યુવતી સાથે સ્પાના માલિકે બાકી પગાર મુદ્દે મારામારી કરી હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં હવે પીડિતાએ સ્પા માલિક પિયુષ ગાંધી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સ્પામાં ભાગીદાર બનાવી લગ્નની લાલચ આપી યૌન શોષણ કરાયું હોવાના આક્ષેપો સાથે પાલ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.

મુળ મીઝોરમની વતની અને હાલ સુરતમાં રહેતી 27 વર્ષિય મહિલા મસાજ થેરાપીસ્ટ પાલ ગૌરવપથ રોડ ખાતે ભાગ્યરત્ન કોમ્પલેક્ષમાં આવેલા પીપલ્સ વેલનેસ સ્પા એન્ડ મસાજ પાર્લરમાં ભાગીદાર તરીકે જોડાઈ હતી. સ્પાના સંચાલક પીયુષ જતીન ગાંધીએ મસાજ થેરાપીસ્ટ યુવતીને સ્પામાં ભાગીદાર બનાવવાની વાત કરી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પીયુષ ગાંધીએ યુવતીને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી.

પીપલ્સ વેલનેસ સ્પામાં દિવાળીના થોડા દિવસ પહેલા પીયુષ ગાંધીએ યુવતીને તુ કેવી રીતે મસાજ કરે છે.તેનો ટેસ્ટ લેવો છે તેમ જણાવ્યું હતું.જોકે ટેસ્ટ લેવાના બહાને પિયુષ ગાંધીએ યુવતીને પીપલ્સ વેલનેસ સ્પાના લોટસ રૂમની અંદર બોલાવી મસાજ દરમિયાન યુવતી સાથે જબરજસ્તી કરી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પીયુષ ગાંધીએ તારે નોકરી કરવી હોય તો આવી રીતે જ કરવી પડશે. આ ઉપરાંત યુવતીને કહ્યું હતું કે તને સુરતમાં ક્યાંય નોકરી નહીં કરવા દઉં અને જો તુ મારી સાથે લગ્ન કરવા તૈયાર થઇ જશે તો હુ તને મારી પત્ની બનાવીશ અને મારી પત્નીને છૂટાછેડા આપીશ અને તને રાણી બનાવીને રાખીશ એવી વાતો કરી હતી.

જોકે યુવતીને પીયુષ ગાંધીને લગ્ન કરવાનું જણાવતા પીયુષે તેની પત્ની સાથે છુટાછેડા આપ્યા નહિ જેથી લગ્ન થાય તેમ નથી તેમ કહી સ્પામાંથી કાઢી મુકી હતી.અંતે આ મામલે યુવતીએ પાલ પોલીસ સ્ટેશનમાં પીયુષ ગાંધી વિરૂધ્ધ બળાત્કાર અને ધાક-ધમકીનો ગુનો નોંધાવ્યો હતો.

આ પણ વાંચો : સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી, જાણો વિગતવાર માહિતી વિડીયો દ્વારા

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:25 am, Sun, 3 December 23