Surat : ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કોસ્ટનાં નામે વીજકંપનીએ વીજબિલમાં 25 ટકાનો જંગી વધારો ઝીંકી દીધો

|

Jun 27, 2022 | 4:01 PM

ગત જાન્યુઆરીમાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કોસ્ટ પ્રતિ યુનિટ રૂ.2 હતી. એ પછીના પાંચ મહિનામાં દર મહિને પ્રતિ યુનિટ 10 પૈસાનો વધારો કરીને જૂનમાં આ કોસ્ટ પ્રતિ યુનિટ 50 પૈસા વધારી દીધી છે.

Surat : ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કોસ્ટનાં નામે વીજકંપનીએ વીજબિલમાં 25 ટકાનો જંગી વધારો ઝીંકી દીધો
Federation of Gujarat Weavers Association Meeting

Follow us on

કારખાનાઓમાં 1 લાખ યુનિટનાં વપરાશ ઉપર વીજબિલમાં 50 હજારનો વધારો ચૂકવવો પડે છે

સુરત (Surat) શહેર જિલ્લામાં ઔધોગિક વપરાશના ગ્રાહકો પર ફ્યુઅલ એડસજસ્ટમેન્ટ કોસ્ટના નામે વીજકંપની (Power company) એ છેલ્લા છ મહિનામાં વીજબિલમાં 25 ટકા જેટલો જંગી વધારો ઝીંકી દીધો છે, જેની સામે વીવીંગ કારખાનેદારોના સંગઠન, ફોગવાનું મેનેજમેન્ટ ભારે રોષે ભરાયું છે. ફોગવાનું કહેવું છે કે જો કોઇ કારખાનેદાર એક લાખ યુનિટનો વપરાશ કરે છે તો તેને ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કોસ્ટ (adjustment cost) ના નામે દર મહિને રૂ.50 હજારનો આર્થિક બોજ લાગી જાય છે. મનસ્વી રીતે કોઇપણ પ્રકારનું જસ્ટીફિકેશન આપ્યા વગર કરવામાં આવી રહેલા આવા વધારાને હવે સાંખી નહી લેવાય તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.

ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસીએશન ફોગવાના પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે ગત જાન્યુઆરીમાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કોસ્ટ પ્રતિ યુનિટ રૂ.2 હતી. એ પછીના પાંચ મહિનામાં દર મહિને પ્રતિ યુનિટ 10 પૈસાનો વધારો કરીને જૂનમાં આ કોસ્ટ પ્રતિ યુનિટ 50 પૈસા વધારી દીધી છે. અશોક જીરાવાલાએ કહ્યું કે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કોસ્ટમાં પ્રતિ યુનિટ 50 પૈસાનો વધારો વીવીંગ કારખાનેદારો માટે મોટો આર્થિક બોજ સાબિત થશે.

તેમણે કહ્યું કે ધારો કે કોઇક વીવીંગ કારખાનામાં મહિને સરેરાશ એક લાખ યુનિટ વીજળી વપરાશ થાય છે તો 50 પૈસાના પ્રતિ યુનિટના હિસાબે એ કારખાનેદારને તો રૂ.50 હજારનો વધારાનો આર્થિક બોજ કાયમી રીતે લાગી જાય આ સમાન હોઇ, ફોગવા આની સામે લડી લેવાના મૂડમાં છે અને મનસ્વી રીતે કોઇપણ પ્રકારનું જસ્ટીફિકેશન આપ્યા વગર કરવામાં આવી રહેલા આવા વધારાને હવે સાંખી નહી લેવાય તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

અન્ય એક અગ્રણીએ ઉમેર્યું હતું કે ગુજરાતની વિવિધ વીજ કંપનીઓ દ્વારા વીજબિલમાં સખ્ત વધારો કરવા માં આવ્યો છે. જે હાલની વેપાર ઉદ્યોગની પરિસ્થિતિમાં અસહ્ય છે.હાલ વેપાર ઉદ્યોગ ખુબજ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. ઉદ્યોગ હાલ માં ખોટ કરી કામદારોને રોજીરોટી આપી રહ્યો છે અને મહા મુશ્કેલીથી બેન્કોના વ્યાજ -હપ્તા ભરી રહ્યો છે. જો આ ભાવવધારો પાછો ખેંચવામાં નહિ આવે તો અમે તેનો સખત વિરોધ કરીશું.

ફ્યુઅલ એડજસ્ટમેન્ટના નામે વધારો

  • જાન્યુઆરી-2 રૂપિયા
  • ફેબ્રુઆરી-2.10 રૂપિયા
  • માર્ચ-2.20 રૂપિયા
  • એપ્રિલ-2.20 રૂપિયા
  • મે-2.30 રૂપિયા
  • જૂન-2.50 રૂપિયા
Next Article