Surat : 31st ડિસેમ્બર માટે સુરત પોલીસ એક્શન મોડમાં, પરવાનગી વગર પાર્ટી કરનારાઓ પર રહેશે ખાસ નજર

|

Dec 28, 2021 | 9:41 AM

થર્ટી ફર્સ્ટને લઈને સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. પણ આ વર્ષે કોરોનાના કારણે આ ઉત્સાહમાં થોડી કમી આવી છે. હજી ચાર દિવસ બાકી છે છતાં પણ પાર્ટી માટે હજી સુધી કોઈએ પરવાનગી લીધી નથી.

Surat : 31st ડિસેમ્બર માટે સુરત પોલીસ એક્શન મોડમાં, પરવાનગી વગર પાર્ટી કરનારાઓ પર રહેશે ખાસ નજર
Surat Police is in action mode for 31st Celebration

Follow us on

સુરતમાં 31 ડિસેમ્બરના(31st December ) રાત્રી સેલિબ્રેશન પહેલા પોલીસે કોરોનાના સમયગાળા દરમિયાન અરાજકતા ટાળવા તમામ તૈયારીઓ કરી લીધી છે. પોલીસ રિ-એક્શન મોડમાં છે. વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન સઘન કરવામાં આવ્યું છે. સુરત પોલીસે નવા વર્ષની શરૂઆત પહેલા જ તેનો એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. સુરતીઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે શહેર પોલીસે તેની રણનીતિ તૈયાર કરી છે.એટલું જ નહીં દરેક પાર્ટી પર નજર રાખવામાં આવશે.

કોરોનાને કારણે કેટલીક ઈવેન્ટ્સ રદ કરવામાં આવી છે. થર્ટી ફર્સ્ટ પાર્ટીને ટાળવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 31 ડિસેમ્બર દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને મહિલા પોલીસ સહિત 500 જેટલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ રોડ પર તૈનાત રહેશે. શહેર પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે જ્યાં ભારે ભીડ જામશે ત્યાં શહેર પોલીસ જુદી જુદી ટીમોને પણ એલર્ટ કરશે.

ખાસ ટીમ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવશે. તે જ સમયે, રસ્તા પર સ્ટંટ કરનારા અથવા વધુ ઝડપે વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. થર્ટી ફર્સ્ટ પાર્ટીના આયોજકોને પણ સુરક્ષા માટે સૂચના આપવામાં આવી છે. ફાયર સેફ્ટી અને સિક્યુરિટી માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ

થર્ટી ફર્સ્ટને લઈને સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. પણ આ વર્ષે કોરોનાના કારણે આ ઉત્સાહમાં થોડી કમી આવી છે. હજી ચાર દિવસ બાકી છે છતાં પણ પાર્ટી માટે હજી સુધી કોઈએ પરવાનગી લીધી નથી. ગાઇડલાઇન પ્રમાણે લોકો થર્ટી ફર્સ્ટની ઉજવી કરી શકશે. પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણેજેટલા લોકોની કાર્યક્રમમાં મંજૂરી હશે એટલા લોકો કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે કાર્યક્રમમાં ભાગ લઇ શકશે.

હાલ રાત્રે 11 વાગ્યા સુધી કર્ફ્યુ છે એટલે એ સમયનું પણ પાલન કરવાનું રહેશે. જો લોકો જરૂરી કારણ વગર બહાર નીકળશે તો તેમના વિરુદ્ધ પણ ખાસ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શરાબની મહેફિલ માણનારાઓ માટે પણ ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે. જો પરમિશન વિના કોઈ પાર્ટી કરશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : SURAT : રાજકીય મેળાવડાની ભીડ નેતાઓને પડી ભારે, ભાજપના 3 નેતાઓ કોરોના સંક્રમિત થયા

આ પણ વાંચો : SURAT : અનલોક ફોરવ્હીલમાંથી કિંમતી સામાનોની ચોરી કરતો એક આરોપી ઝડપાયો, કુલ 10 ગુનાનો ઉકેલાયો ભેદ

Next Article