Surat : લગ્નની લાલચે સગીરાને ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા

|

Sep 15, 2022 | 9:19 AM

આરોપી, સગીરાનું અપરણ કરી પોતાના વતન ઉત્તર પ્રદેશના અમઠી જિલ્લામાં આવેલા તિલોઈ તાલુકા, થાના જાયસ કોતવાલીના ગામ ચોધરાના મોરલા ખાતે લઇ ગયો હતો.

Surat : લગ્નની લાલચે સગીરાને ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા
Surat District Court (File Image )

Follow us on

બે વર્ષ પહેલા તરૂણીનું લગ્નની(Marriage ) લાલચે અપહરણ બાદ બળાત્કાર(Rape ) ગુજારવાના કેસમાં કોર્ટે (Court )આરોપીને પુરાવા આધારે તકસીરવાર 20 વર્ષ ની સખ્ત કેદની સજા તેમજ 50 હજાર રૂપિયાના દંડનો હુકમ કર્યો હતો. શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં બરફ ફેક્ટરી પાસે આવેલી નવદુર્ગા સોસાયટીમાં શંકર યાદવના મકાનમાં રહેતો મકાનમાં રહેતો આરોપી રાજા ભૈયા ઉર્ફે રાજા છોટેલાલ સોનગર (ખટીક) ગઈ તારીખ 29મી નવેમ્બર 2020ના રોજ વહેલી સવારે 5.15 વાગ્યાના અરસામાં 14 વર્ષની સગીર કન્યાને લગ્નની લાલચ આપી વાલી પણામાંથી ભગાડી ગયો હતો.

આરોપી રાજા ભૈયા રૂપે રાજા સગીર કન્યાનું અપરણ કરી પોતાના વતન ઉત્તર પ્રદેશના અમઠી જિલ્લામાં આવેલા તિલોઈ તાલુકા, થાના જાયસ કોતવાલીના ગામ ચોધરાના મોરલા ખાતે લઇ ગયો હતો, જ્યાં તેણે સગીરાને ગઈ તારીખ 10 મી ઓક્ટોબર 2020 સુધી સાથે રાખી વારંવાર દુષ્કર્મ આચયું હતું. આ ઉપરાંત અગાઉ પણ આરોપીએ પીડીતા સાથે પોતાની રૂમમાં અલગ અલગ દિવસે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો,

આ બનાવ અંગે સગીરાના પરિવારજનો સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એ સમયે આરોપી રાજ ભૈયા સામે કાયદેસરની કાર્યવાહી સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાવતા આ કેસ ન્યાયી કાર્યવાહી હેઠળ હતો. આ કેસમાં સાક્ષીઓના નિવેદનો દસ્તાવેજી પુરાવા તેમજ બંને પક્ષની દલીલોને અંતે કોર્ટે આરોપીને કસૂરવાર પુરવાર કર્યો હતો અને 20 વર્ષની સખત કેદ અને 50 હજાર દંડનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત પીડિતાને રૂ.એક લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અત્યારસુધી 10 જેટલા કેસમાં 20 વર્ષની સજા

નોંધનીય છે કે આરોપી પોતે પાંચ બહેનોનો એક ભાઈ છે. તે પોતે અપરિણીત છે, અને તેના માથે માતા અને પાંચ બહેનોની જવાબદારી હોવા છતાં આ કૃત્ય તેણે આચરતા કોર્ટે ગંભીર નોંધ લીધી છે. છેલ્લા થોડા સમયથી 10 થી વધારે કિસ્સામાં આરોપીઓને 20 વર્ષની સજા કરવામાં આવી છે. જેમાં પીડિતાનું નિવેદન, ગુનાને જોડતી કડીઓ અને મેડિકલ પુરાવા ખુબ જ મહત્વના રહેતા હોય છે.

Next Article