
Surat : સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારીને પીઠના ભાગે ચપ્પુ મારી હત્યા(Murder) કરવાની ઘટનામાં હત્યારા(Murder Accused Arrest)ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. બે બાઈક વચ્ચેની ટક્કરની અત્યંત સામાન્ય તકરારમાં લબરમૂછિયા યુવાને એક સગીરને સાથે રાખી હત્યાની ઘટનાને અંજામ આપી દેવાયો હતો. આ હત્યા પાછળનું કારણ સામાન્ય ઠપકો હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાંચ(Surat Crime Branch)ની ટીમે હત્યારાની ધરપકડ કરી છે. રાકેશ નામના 19 વર્ષીય યુવાનનો વેપારી સાથે બાઈક અથડાયા બાદ ઝઘડો થયો હતો જેમાં વેપારીએ આરોપીને ઠપકો આપ્યો હતો. આ બાબતની અદાવત રાખી વેપારીને પીઠના ભાગે ચપ્પુ મારી દીધું હતું જેમાં વેપારીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. એક સગીરની પણ પોલીસે અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારી મુલાજી ચૌધરી પર્વત ગામ પાસે મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવે છે. 8 ઓક્ટોબરના રોજ તે પીઠના ભાગે ચપ્પુ વાગેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. ઇજાગ્રસ્તને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
આ ઘટનામાં બાઈક ઉપર લોહીલુહાણ હાલતમાં ફરતા વેપારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં ગોડાદરા પોલીસ મથકમાં હત્યાની કલમ ઉમેરી આ મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો, આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાંચનના PSI દિગ્વિજય સિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે પર્વતગામ ચોરા પાસેથી હત્યાના આરોપી રાકેશ ઉર્ફે ગાંડો ફકીરભાઈ રાઠોડ [ઉ.૧૯] અને એક સગીરને ની અટકાયત કરવામાં આવી હતી.
બનાવ સંદર્ભે ડીસીપી રૂપલ સોલંકી(Rupal Solanki – DCP)એ જણાવ્યું હતું કે વેપારીની હત્યાને લઈને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો તે દરમિયાન PSI ડીએમ રાઠોડને મળેલી બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે વેપારી અને આરોપીની બાઈકનો સામાન્ય અકસ્માત બાદ ઝઘડો થયો હતો. આ ઘટના બાદ વેપારી ત્યાંથી નીકળી ગયા હતા જેમનો રાકેશે પીછો કર્યો હતો અને વેપારીને પીઠના ભાગે ચપ્પુ મારી દીધું હતું. વેપારી ઈજાગ્રસ્ત હાલતમાં સોસાયટી સુધી પહોંચ્યા ત્યાં સુધી તેનો પીછો પણ કર્યો હતો. ગુનામાં એક સગીરની પણ અટકાયત કરવામાં આવી છે.