Surat: અસામાજિક તત્વોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

|

Oct 05, 2022 | 12:23 PM

ખેડાની ઘટના સંદર્ભે  હર્ષ સંઘવીએ તોફાની તત્વોને જણાવ્યું હતું કે ખેડાના જે દ્રશ્યો જોયા તેમાં જોવા મળ્યું છે કે આ ઘટનામાં સમાજ દ્વારા નહિ પણ અસામાજિક તત્વ દ્વારા કરવામાં આવી છે અને ગામની શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી તરફ ગેરકાયદે બાંધકામ મુદ્દે ગૃહ રાજયપ્રધાને લાલ આંખ કરી છે.

Surat: અસામાજિક તત્વોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

Follow us on

ગુજરાતમાં નવરાત્રી (Navratri 2022) દરમિયાન છેલ્લા બે દિવસમાં વિવિધ જિલ્લાઓમાં અસામાજિક તત્વોએ ગરબા દરમિયાન  ઘર્ષણ ફેલાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh sanghvi) એ આકરી ભાષામાં ચેતવણી આપી હતી કે  કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હર્ષ સંઘવી આજે દશેરા (Dussehra) નિમિત્તે સુરતમાં ઉપસ્થિતિ હતા અને તેમણે નાગરિકોને દશેરાની શુભકામનાઓ આપી હતી. તેમજ જણાવ્યું હતું કે પર્વ લોકોમાં સત્યતા અને ઉર્જા ભરે એવી શુભકામના આપું છું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે. દેશમાં ગુજરાત લો એન્ડ ઓર્ડર ની (Law and Order) દ્રષ્ટિએ સુરક્ષિત રાજ્ય તરીકે ઓળખાય છે ત્યારે અહીં તમામ સમાજ એક થઈને એકબીજાના તહેવાર ઉજવે છે. ત્યારબાદ તોફાની તત્વોને હર્ષ સંઘવીએ ખેડાની ઘટના સંદર્ભે નિવેદન આપતા જણાવ્યું હતું કે ખેડાના જે દ્રશ્યો જોયા તેમાં જોવા મળ્યું છે કે આ ઘટનામાં સમાજ દ્વારા નહિ પણ અસામાજિક તત્વ દ્વારા ગામની શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ખેડા ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળે નવરાત્રી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ સામાજિક શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો છે. ખેડા, વડોદરા, મહેસાણા ઉપરાંત વિરમગામમાં પણ નવરાત્રી દરમિયાન સામાજિક શાંતિ ભંગ થવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે આ અંગે સુરતમાં હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું હતું.  બીજી તરફ ગેરકાયદે બાંધકામ મુદ્દે ગૃહ રાજયપ્રધાને લાલ આંખ કરી છે. હવે ગેરકાયદે બાંધકામ કરનારાઓની ખેર નથી. રાજયમાં કોઈપણ પ્રકારે ગેરકાયદે બાંધકામ નહીં ચલાવી લેવામાં આવે, જયાં ગેરકાયદે બાંધકામ હશે ત્યાં તંત્ર બુલડોઝર ફેરવશે. સરકારી જગ્યા પર કોઈ પણ ગેરકાયદે બાંધકામ નહીં ચલાવી લેવાય.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

બે દિવસ અગાઉ વડોદરા જિલ્લાના સાવલીમાં પણ એક મંદિર પાસે આવેલા થાંભલા પર ધાર્મિક ધ્વજ લગાવવાને લઈને બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. જો કે હંગામો એટલો વધી ગયો કે બંને પક્ષ વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો. ઘટનાની જાણ થતા જ પોલીસ પહોંચી હતી અને અત્યાર સુધીમાં લગભગ 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગના પી.આર. પટેલે જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમ માટે લોકોએ મંદિરની નજીક સ્થિત થાંભલા પર ધાર્મિક ધ્વજ લગાવ્યો હતો. જેને લઈ બે જુથ આમને-સામને આવી ગયા હતા.

ખેડામાં બની હતી આ ઘટના

ખેડા જિલ્લાના માતરના ઉંઢેલામાં માતાજીના ગરબા (Navratri 2022) પર પથ્થરમારો (Stone Pelting) કરી શાંતિ ડહોળનારા વિદ્યર્મીઓને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો હતો. પોલીસે પથ્થરમારો કરનારા 10 અસામાજિક તત્વોની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. તહેવારો સમયે શાંતિ અને સદભાવનાને ખોરવનારા તત્વોની પોલીસે સરાજાહેર ધોલાઈ કરી. ખેડા એલસીબીના PI અશોક પરમાર સહિત પોલીસના જવાનોએ એક પછી એક તમામ આરોપીઓને ગામની વચ્ચે મુખ્ય ચોકમાં લાવીને સરભરા કરી હતી.

ખેડાના (Kheda) ઊંઢેલા ગામમાં વિધર્મીઓ દ્વારા ગરબામાં હુમલો કરવાનો મુદ્દે હવે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યની (Congress MLA)  એન્ટ્રી થઈ છે. ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને મહંમદ પીરઝાદાએ ઘટનાને વખોડી છે અને ત્રણેય ધારાસભ્યોએ પોલીસ વિરૂદ્ધ પગલા લેવા કરી માગ છે.

Published On - 12:20 pm, Wed, 5 October 22

Next Article