વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi ) દ્વારા 15 થી 18 વર્ષની ઉંમર ધરાવતા લોકોને કોવિડ (Covid )સામે વેક્સિનેશનના ડોઝ આગામી 3 જાન્યુઆરીથી આપવાની જાહેરાતની સાથે સાથે તજજ્ઞોના અભિપ્રાયને ધ્યાને રાખી સરકાર દ્વારા હેલ્થ વર્કરો , કોરોના વોરિયર્સો , કો મોર્બિડિટી ધરાવતાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીનો ત્રીજો ડોઝ આગામી 10 જાન્યુઆરી થી આપવાની જાહેરાત કરી છે .
સરકાર આ જાહેરાતના પગલે મનપા દ્વારા આગામી 10 જાન્યુઆરીથી કોવિડ રસીનો બીજો ડોઝ લીધાના 39 અઠવાડિયા પૂર્ણ થઇ ગયા હોય તેવાં હેલ્થ વર્કરોને રસીનો ત્રીજો ડોઝ આપવાનું આયોજન કર્યુ છે . હેલ્થવર્કરોની સાથે તબક્કાવાર કોરોના વોરિયર્સ તરીકે સ૨કા૨ ની ગાઇડલાઇન મુજબ આવતાં કર્મચારીઓને પણ ત્રીજા ડોઝમાં સામેલ કરવામાં આવશે અને ત્યારબાદ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં અને કો – મોર્બિડિટી ધરાવતાં લોકો માટે તબક્કાવાર ત્રીજા ડોઝની વ્યવસ્થા કરવામાં આવશે .
એટલું જ નહીં , આજથી જ મનપા તંત્ર દ્વારા 100 ને બદલે 135 ધન્વંતરી રથ કાર્યરત કરી કોવિડ ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે . બંધ કરાયેલા 12 સંજીવની રથ તાત્કાલિક અસરથી શરૂ કરાયા છે તથા ડોર ટૂ ડોર સર્વેલન્સ , વેક્સિનેશન સેન્ટરો , ધન્વંતરી રથ પર વધારાના મેડિકલ સ્ટાફ વગેરે કોવિડ 19 તથા તેને આનુષંગિક કામગીરી માટે કરાર કરાયેલા ધોરણે ફિઝિશ્યન , મેડિકલ ઓફિસરો , લેબ ટેક્નિશિયનો , વોર્ડ બોય , આયા , નર્સ વગેરે સ્ટાફની તાત્કાલિક ભરતી કરવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે . આ માટે મનપાએ જાહેરાત ઇસ્યુ કરી ઇચ્છુકોને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે હાજર રહેવાનું પણ જણાવ્યું છે.
આમ, કોરોના અને ઓમીક્રોનના વધતા કેસોને કારણે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ પોતાની રણનીતિ બદલવા મજબુર કરી છે. વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્ર્મણ વધતા હવે પાલિકાએ બુસ્ટર ડોઝ તરફ વિચારણા હાથ ધરી છે. જેના ભાગ રૂપે તારીખ 10 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન હેલ્થ વર્કરો અને કો મોરબીડીટી ધરાવતા 60 વર્ષથી વધુના લોકોને ત્રીજો ડોઝ આપવાનું નક્કી કરાયું છે.
સરકાર આ જાહેરાતના પગલે મનપા દ્વારા આગામી 10 જાન્યુઆરીથી કોવિડ રસીનો બીજો ડોઝ લીધાના 39 અઠવાડિયા પૂર્ણ થઇ ગયા હોય તેવાં હેલ્થ વર્કરોને રસીનો ત્રીજો ડોઝ આપવાનું આયોજન કર્યુ છે .
આ પણ વાંચો : રાજ્યભરમાં આજે કાપડ માર્કેટ બંધ! GST દર વધારા મુદ્દે કાપડના વેપારીઓ નોંધાવશે વિરોધ
આ પણ વાંચો : Surat : વર્ષ 2021ની સુરતની એ ખબરો, જે આખું વર્ષ રહી ટોક ઓફ ઘી ટાઉન