Surat: ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની થઈ લિફ્ટમાં હત્યા, જાણો શું હતું કારણ

|

Feb 06, 2022 | 6:00 PM

સુરતના અડાજણ પાટિયા ખાતે રહેતા 63 વર્ષય કાકાનો લીફ્ટમાં એક 22 વર્ષીય યુવક સાથે ઝઘડો થતા યૂવકેએ ફેંટ મારી હતી જ્યાં વધુ વાગી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી

Surat: ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની થઈ લિફ્ટમાં હત્યા, જાણો શું હતું કારણ
સુરતમાં ગુજરાતના ગૃહ મંત્રીના કૌટુંબિક કાકાની થઈ હત્યા

Follow us on

સુરતના અડાજણ પાટિયા ખાતે રહેતા 63 વર્ષય કાકાનો લીફ્ટમાં એક 22 વર્ષીય યુવક સાથે ઝઘડો થતા યૂવકેએ ફેંટ મારી હતી જ્યાં વધુ વાગી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવમાં આવ્યા હતા અને સારવાર દરમ્યાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવક દ્વારા માર મારતા નાકની નસકોરી ફૂટી જતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન મોત થતા પોલીસ દોડતી થઈ.

સુરત શહેરમાં ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી રહે છે. રાજ્યની લોકોની સુરક્ષાની જવાબદારી તેમની ત્યારે તેમના જ કૌટુંબિક કાકાની હત્યા થઈ છે. સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં મારામારી થતા થયેલી ઇજાના કારણે મોત થતા ખળભળાટ મચી ગયો.

સુરત શહેરના અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા કૌટુંબિક કાકા જયતિભાઈ સંઘવી લીફ્ટમાં પડોશી બોની કમલેશ મહેતા સાથે ઝઘડો થતા મોંઢા પર ફેંટ મારી દેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

જો આ બાબતે હકીકતમાં ઘટનાની વાત કરીએ તો સુરત શહેરના અડાજણ પાટીયા સ્થિત રત્નપ્રભા એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ શાંતિલાલ સંઘવી (ઉ.વ. 63) ગઈ કાલે જ્યાં રહે છે ત્યાં રહેણાંક એપાર્ટમેન્ટની લીફ્ટમાં જઇ રહ્યા હતા. તેમની સાથે લીફ્ટમાં પડોશી બોની કમલેશ મહેતા પણ હતો અને તેમની સાથે સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો.

આ ઝઘડામાં પડોશી બોની કમલેશ મહેતાએ વૃધ્ધ મહેશભાઇને મોંઢા પર ફેંટ મારી દેતા નાકની નસકોરી ફૂટી જતા લોહી નીકળવા લાગ્યું હતું. લિફ્ટમાં ઝગડો થયા બાદ ચોથા મળે પેસેઝમાં પણ માથાકૂટ થઈ હતી. મહેશભાઈને લોહી નીકળવા લાગતાં આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને તુરંત કાકાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન વહેલી સવારે 4 વાગ્યા બાદ તેમનું મોત થયું હતું.

આ ઘટનાને પગલે રાંદેર પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધી આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. મહત્વનું એ છે કે મૃતક મહેશ શાંતિલાલ સંઘવી રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા છે. ગૃહમંત્રીના કૌટુંબિક કાકાની હત્યાને પગલે ખળભળાટ મચી ગયો છે.

હત્યા કોઈ મોટી બાબતે નહિ પણ સામન્ય બાબતે થઈ હતી.આજુબાજુના લોકો પણ એ જ કહીં રહ્યા હતા કે આ બોની નામના યુવકની કોઈને કોઈના જોડે વારંવાર માથાકૂટ થતી જ રહેતી હોય છે. સ્થાનિક પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ હત્યા કરનાર ઈસમને પકડવા ચક્રો ગતી માન કર્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad: પિતા પુત્રના સંબંધ પર કલંક લગાવતો કિસ્સો, દારૂ પિવાની લતે ચડી ગયેલા પુત્રની હત્યા કરી નાખી

આ પણ વાંચોઃ Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 27 કલાકમાં 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન, 6 લોકોને નવજીવન મળશે

Published On - 4:57 pm, Sun, 6 February 22

Next Article