સુરત : હોટલ અને રેસ્ટોરન્ટમાં GST વિભાગના સામુહિક દરોડાના કેસમાં રૂપિયા 1.25 કરોડની કરચોરી ઝડપાઇ

સુરત : સુરતમાં હોટલ અને રેસ્ટોરન્ટ પર SGST વિભાગના દરોડા માહિતી સામે આવી છે. 21 સ્થળો પર SGST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 18 સ્થળો પર SGST વિભાગની તપાસ પૂર્ણ જાહેર કરવામાં આવી છે. સૂત્રો અનુસાર તપાસમાં 1.25 કરોડની કર ચોરી ઝડપી પાડવામાં આવી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત : હોટલ અને રેસ્ટોરન્ટમાં GST વિભાગના સામુહિક દરોડાના કેસમાં રૂપિયા 1.25 કરોડની કરચોરી ઝડપાઇ
| Updated on: Dec 13, 2023 | 8:34 AM

સુરત : સુરતમાં હોટલ અને રેસ્ટોરન્ટ પર SGST વિભાગના દરોડા માહિતી સામે આવી છે. 21 સ્થળો પર SGST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 18 સ્થળો પર SGST વિભાગની તપાસ પૂર્ણ જાહેર કરવામાં આવી છે. સૂત્રો અનુસાર તપાસમાં 1.25 કરોડની કર ચોરી ઝડપી પાડવામાં આવી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ સ્થળો પર હજુ પણ SGST વિભાગની તપાસ ચાલી રહી છે. SGST વિભાગે હોટલ રેસ્ટોરન્ટમાંથી દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. દસ્તાવેજોની ચકાસણી બાદ વધુ ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. વિભાગે અહીંથી ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ પણ જપ્ત કર્યા છે. આ ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સમાંથી પણ ડેટા મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્રણ સ્થળોમાંથી બે સ્થળો પરથી મોટી કરચોરી મળી આવવાની વિભાગને આશંકા છે. પ્રબળ શક્યતાઓના આધારે તપાસ તેજ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : સુરત : શ્રમ વિભાગ કચેરી ખાતે રત્નકલાકારોના ધરણા, ડાયમંડ કંપનીમાંથી છટણી બાદ કામદારો રઝળી પડ્યાનો આક્ષેપ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:31 am, Wed, 13 December 23