Surat : નાણામંત્રી નિર્મલા સિતારમને ટેક્સ્ટાઇલના સ્ટેક હોલ્ડરને દિલ્હી તેડાવ્યા

|

Dec 13, 2021 | 9:48 AM

મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇન પર જીએસટીનો દર 5 ટકાથી વધારી 12 ટકા કરવા મામલે માત્ર સુરતના નહીં પરંતુ દેશભરના કાપડના વેપારીઓ અને પાવરલૂમ કારખાનેદારો નારાજ થયા છે.

Surat : નાણામંત્રી નિર્મલા સિતારમને ટેક્સ્ટાઇલના સ્ટેક હોલ્ડરને દિલ્હી તેડાવ્યા
GST Issue

Follow us on

ટેક્સટાઇલમાં (Textile )મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇનમાં 5 ટકાને બદલે 12 ટકાનો જીએસટી (GST) સ્લેબ 1 લી જાન્યુઆરી 2022 થી લાગુ કરવામાં આવતા ગુજરાત , મહારાષ્ટ્ર અને તામિલનાડુના ટેક્સટાઇલ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે . કોટન અને સિલ્ક પર પણ 12 ટકાનો જીએસટી દર લાગુ કરવામાં આવતા દક્ષિણ ભારતના રાજયોમાં કેન્દ્ર સરકાર સામે આંદોલન ચાલી રહ્યા છે .

5 રાજયોમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂતો પછી હવે સરકાર કાપડના વેપારીઓ અને ઉત્પાદકોને નારાજ કરવા માંગતી નહીં હોઇ તેવા સંકેત મળી રહ્યા છે . કાપડ પર 5 ટકાને બદલે 12 ટકા જીએસટીનો સ્લેબ લાગુ કરાતા દેશભરના વેપારી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે . તેને લીધે કેન્દ્રના નાણાંમંત્રી નિર્મલા સિતારમણે આગામી મંગળવા 21 રાજયોના ટેક્સટાઇલ સંગઠનો અને સંપૂર્ણ ટેક્સટાઇલ ચેઇનના સ્ટેક હોલ્ડરોની નવી દિલ્હીમાં તાકીદની બેઠક બોલાવી છે .

આ બેઠકમાં નાણાં , વાણિજય , ટેક્સટાઇલ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ હાજર રહેશે. ફિઆસ્વી , સીએઆઇટી અને ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત પછી કેન્દ્ર સરકાર મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇનમાં દર પરત ખેંચી ફરી 5 ટકા કરવા સંમત થઇ છે . આ વેલ્યુ ચેઇનમાં કેમિકલ જીએસટીનો 12 ટકાનો સહિતની પ્રોડકટ પર 18 ટકાનો દર લાગે છે તે 12 ટકા થઇ શકે છે અથવા કોઇ વચગાળાનો દર પણ લાગુ થઇ શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નાણાં મંત્રાલય તમામ સ્ટેક હોલ્ડરોને સાથે બેસાડી નિર્ણય લેશેઃ દર્શના જરદોશ
કેન્દ્રના ટેક્સટાઇલ રાજય મંત્રી દર્શના જરદોશ જણાવ્યું હતું કે , સુરતના વિવર્સો અને કાપડના વેપારીઓની જીએસટીના સ્લેબને લગતી લાગણી પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલને સાથે રાખી નિર્મલા સિતારમણ સુધી પહોંચાડવામાં આવી છે . કેન્દ્ર સરકારે હંમેશા સુરતના કાપડ ઉધોગનું અગાઉ પણ હિત જોયું છે . જીએસટીના દરને લઇને પણ સુરતના કાપડ ઉદ્યોગના હિતમાં નિર્ણય લેવાશે .

5 ટકાનો દર યથાવત નહીં રહે તો વેપારીઓ અને વિવર્સો 16 મીથી આંદોલન છેડશે
એમએમએફની વેલ્યુ ચેઇનમાં 5 ટકાનો જીએસટી દર યથાવત નહીં રહે તો ફોગવા અને ટેક્સટાઇલ યુવા બ્રિગેડે 16 મીથી આંદોલન છેડવાની જાહેરાત કરી છે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે , કેન્દ્રના નાણાંમંત્રીએ વિવર્સ અને વેપારીઓના પ્રશ્ન તેમના બંને સંગઠનોના આગેવાનોને બોલાવી સાંભળવા જોઇએ . આજ સૂર ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે પણ વ્યકત કર્યો છે.

સુરતના બંને સાંસદો સી.આર. પાટીલ અને ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શના જરદોશે ત્રણ દિવસ અગાઉ કેન્દ્રના નાણાંમંત્રી નિર્મલા સિતારમણને એમએમએફની વેલ્યુ ચેઇનમાં 5 ટકાનો જીએસટી દર યથાવત રાખવા રજૂઆત કરી દીધી છે . સુરતમાં રચેમ્બર ઓફ કોમર્સ , ફિઆસ્વી , ફોગવા , ફોસ્ટા સહિતના સંગઠનોએ ટેક્સટાઇલ સેક્રેટરી અને ટેક્સટાઇલ કમિશ્નરને 12 ટકાના જીએસટી દરથી વિવિંગ ઉદ્યોગના 50 ટકા કારખાનાઓ બંધ પડી જશે અને લાખો કારીગરો બેરોજગાર થશે તેવી રજૂઆત કરી ચૂકયા છે .

મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇન પર જીએસટીનો દર 5 ટકાથી વધારી 12 ટકા કરવા મામલે માત્ર સુરતના નહીં પરંતુ દેશભરના કાપડના વેપારીઓ અને પાવરલૂમ કારખાનેદારો નારાજ થયા છે. વિવર્સથી 650 કરોડની ક્રેડિટ 12 ટકાના દર સાથે જતી રહે છે એટલુ જ નહીં તેમના કેલ્કયુલેશન પ્રમાણે વર્ષે વિવિંગ ઉદ્યોગને 1600 કરોડનું જ્યારે કાપડના વેપારીઓને 2200 કરોડનું નુકસાન થશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી હતી .

 

આ પણ વાંચો : અમદાવાદના સરખેજમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીની ધરપકડ, સરખેજ રોજા કમિટીએ કરી હતી ફરિયાદ

આ પણ વાંચો :  કચ્છના બેન્ટોનાઇટ ઉદ્યોગ પર સંકટના વાદળો, નીતિ બદલવા ગુજરાતના સીએમને પત્ર લખ્યો

Next Article