Surat : ગ્રીષ્માના કોલેજમાં છેલ્લી હાજરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

|

Feb 22, 2022 | 6:59 PM

ગ્રીષ્માનાં અંતિમ દિવસનો કોલેજનો આ વીડિયો સામે આવ્યો છે. ગ્રીષ્મા સુરત શહેરનાં અમરોલી વિસ્તારમાં આવેલી ઝેડ જે શાહ કોલેજમાં ભણતી હતી તે થર્ડ યરની વિદ્યાર્થીની હતી.કલાસ રૂમ માં છેલ્લી હાજરી પુરાવતા પણ નજરે પડી હતી.

Surat : ગ્રીષ્માના કોલેજમાં છેલ્લી હાજરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
Grishma Vekariya CCTV Footage (File Image)

Follow us on

સુરત(Surat)જિલ્લાના પાસોદ્રામાં રહેતી ગ્રીષ્મા વેકરીયાનું(Grishma Vekariya) મર્ડર થયું તે દિવસે તે કોલેજ ગઇ હતી. આખી બબાલ જે છે કોલેજ થી ધર સુધી પહોંચી હતી હત્યા થઈ તે પહેલાં તેની મિત્રો સાથે ક્લાસમાં બેઠેલી ભણતી અને હસતી નજર આવે છે ગ્રીષ્મા. જયારે ગ્રીષ્માનાં અંતિમ દિવસનો કોલેજનો આ વીડિયો(College Video) સામે આવ્યો છે. ગ્રીષ્મા સુરત શહેરનાં અમરોલી વિસ્તારમાં આવેલી ઝેડ જે શાહ કોલેજમાં ભણતી હતી તે થર્ડ યરની વિદ્યાર્થીની હતી.કલાસ રૂમ માં છેલ્લી હાજરી પુરાવતા પણ નજરે પડી હતી.

ક્લાસના સીસીટીવી ફૂટેજમાં હાથ ઊંચો કરી હાજરી પુરાવતી દેખાય

ગ્રીષ્મા હત્યા કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. બીજી બાજુ હત્યા પહેલાંની અંતિમ તસવીરો તેની કોલેજમાંથી સામે આવી છે. જેમાં તે હાથ ઊંચો કરી કોલેજમાં હાજરી પુરાવતી જોવા મળી રહી છે.જે દિવસે ગ્નીષ્માની કરપીણ હત્યા કરવામાં આવી હતી તે દિવસે તેની કોલેજમાં પોતાના ક્લાસના સીસીટીવી ફૂટેજમાં હાથ ઊંચો કરી હાજરી પુરાવતી દેખાય છે. ગ્રીષ્મા અને તેની સાથે ક્લાસમાં હાજર બહેનપણીને કલ્પના પણ ન હોય કે આ તેની કોલેજમાં આખરી હાજરી બની જશે. હજુ સાત દિવસ પહેલાં કોલેજ ઓફલાઇન શરૂ થઈ હતી અને ફેનીલે તેનો કોલેજમાં પણ પીછો શરૂ કરી દીધો હતો.

વર્ષ પહેલા ગ્રીષ્માને તે સમયના પોલીસ કમિશનર તરફથી પ્રમાણપત્ર મળ્યું હતું

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે ગ્રીષ્મા શિસ્તમાં રહીને અભ્યાસ કરનારી યુવતી હતી.ગ્રીષ્માના પરિવાર મુજબ તે પોલીસ અધિકારી બનવા માગતી હતી. 7 વર્ષ પહેલા ગ્રીષ્માને તે સમયના પોલીસ કમિશનર રાકેશ અસ્થાના તરફથી પ્રમાણપત્ર મળ્યું હતું. જ્યારે બીજી તરફ આ આરોપી ફેનીલ ગોયાણી કોલેજના પહેલા વર્ષ સુધી ભણ્યો છે. તે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાના કારણે તેને કોલેજમાંથી કાઢી મૂકાયો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગ્રીષ્માનાં ચહેરા પર ખુશી હતી

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ગ્રીષ્માનાં ચહેરા પર ખુશી હતી તેને જરાં પણ અણસાર ન તો કે આજે તેનાં જીવનનો છેલ્લો દિવસ છે. આજે તેની હત્યા થવાની છે. છેલ્લા દિવસ સુધી તે  કોલેજમાં બહેનપણીઓ  સાથે ભણતી હતી. જે આ CCTV વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. જ્યારે ફેનિલ ગોયાણી આજ કોલેજમાં ભણે છે કોલેજ બહાર તેની સાથે કોઈ બબાલ પણ થઈ હતી અને બાદમાં પીછો કરી તેના ધર સુધી પહોંચ્યો હતો ઘરે અને જ્યાં આખી ઘટના ને અંજામ આપ્યો હતો જેને લઈ આજે ગુજરાત ભરમાં આ ઘટના નિંદા કરી રહ્યા છે સાથે આવી બીજી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદનું નવું નજરાણું, સાબરમતી રિવરફ્રન્ટ ફૂટ ઓવરબ્રિજ

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ ઊંડા જવાથી અધધ વીજ વપરાશ, એક વર્ષમાં ખેત કનેક્શનના વીજ વપરાશમાં આટલા યુનિટ વધ્યા

 

Published On - 6:58 pm, Tue, 22 February 22

Next Article