Surat: સોનાની દાણચોરીનો પર્દાફાશ, શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું

|

Apr 05, 2022 | 4:33 PM

રવિવારે રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ શારજાહથી સુરત આવતી ફ્લાઈટ લેન્ડ થઈ હતી. જેમાં આવેલા મુસાફરો એરપોર્ટની બહાર જતા હતા તે દરમિયાન મુંબઈના ઈકબાલ અને સુગરાને શંકાના કારણે અટકાવાયાં હતા. તેની બેગ તપાસતાં તેમાંથી પણ સોનું નીકળ્યું હતું.

Surat: સોનાની દાણચોરીનો પર્દાફાશ, શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું
Surat Gold smuggling busted, 1 crore gold found in the body of a couple from Sharjah

Follow us on

કોરોનાની લહેર બાદ વિદેશ જતી અને જતી ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કસ્ટમ વિભાગે સોનાની દાણચોરી (Gold smuggling) ને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો શરૂ કર્યા છે. દરમિયાન, રવિવારે રાત્રે, શારજાહ (Sharjah) થી સુરત (Surat) ની ફ્લાઇટમાં ડિબોર્ડિંગ કરીને એરપોર્ટ (Airport) થી બહાર આવી રહેલા એક વૃદ્ધ દંપતી (couple) ના કબજામાંથી 1 કિલો 900 ગ્રામ સોનું શંકાસ્પદ રીતે ઝડપાયું હતું. જેમાં કેપ્સ્યૂલના રૂપમાં બોડીમાં અને થોડું બેગમાં સંતાડીને સોનું લઈ જવામાં આવતું હતું. તે જપ્ત કરવામાં આવ્યો છે. તેની કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે.

રવિવારે રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ શારજાહથી સુરત આવતી ફ્લાઈટ લેન્ડ થઈ હતી. જેમાં આવેલા મુસાફરો એરપોર્ટની બહાર જતા હતા તે દરમિયાન મુંબઈના ઈકબાલ અને સુગરાને શંકાના કારણે અટકાવવામાં આવ્યા હતા. તેની બેગ તપાસતાં તેમાંથી સોનું નીકળ્યું હતું. જેના આધારે બંનેને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને રડવા લાગ્યા હતા.મુંબઇના દંપતીએ પોતે જ સોનાની દાણચોરીની વાત સ્વીકારી હતી.

60 વર્ષીય ઇકબાલે તેના શરીરમાં 04 કેપ્સ્યુલ અને સુગરાએ 02 કેપ્સ્યૂલ છુપાવી હતી. તેમનું કુલ વજન 1 કિલો 900 ગ્રામ હતું. જેની બજાર કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે.  મેટલ ડિટેક્ટરમાં બંનેના શરીરમાં સોનું છુપાવ્યું હોવાનું જણાયા બાદ બંનેએ જાતે જ તેમના શરીરમાંથી કેપ્સ્યુલ કાઢીને કસ્ટમ વિભાગને સોંપી દીધી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હાલમાં તો સુરત એરપોર્ટ CISF ને સોંપી દેવામાં આવ્યું ચર અને હાલમાં કસ્ટમ વિભાગ પણ સતત નજર રાખી રહ્યું છે કારણ કે સુરત માં શાહજહાં લાઈટ શરૂ થઈ અને આવનારા દિવસોમાં સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ થાય તો દાન ચોરી માટે લોકોને આ સુરત એરપોર્ટ સરળતા રહે તે માટે કસ્ટમવિભાગ અને નેશનલ સિક્યુરિટી દ્વારા પણ આ બાબતે સતત નજર રાખવી જરૂરી રહેશે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: અન્ય પક્ષોના કાર્યકરો ભાજપથી ખુશ, AAP અને કોંગ્રેસના 250 લોકો પાર્ટીમાં જોડાયા

આ પણ વાંચોઃ Ahmedabad: હીટવેવના પગલે અમદાવાદની હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યા વધી, દરરોજ 250થી વધુ લોકો ગરમીથી પડે છે બીમાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 11:57 am, Tue, 5 April 22

Next Article