SURAT : રક્ષાબંધનને લઇને બજારોમાં અવનવી રાખડીઓની ધૂમ, ગોલ્ડ-સિલ્વર-ડાયમંડ રાખડીઓનો ટ્રેન્ડ

|

Aug 10, 2021 | 8:14 PM

ડાયમંડ સિટી સુરતમાં આ વખતે ડાયમંડ રાખડીઓની ધૂમ છે. ભાઈના કાંડાને શોભાવે તેવી ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડની રાખડીઓ ટ્રેન્ડમાં આવી ગઈ છે.

SURAT : રક્ષાબંધન નજીક છે. બજારોમાં હવે રાખડી માટે ભીડ જામવા લાગી છે. ભાઈ માટે સારી રાખડી શોધવા બહેનોનો હરખ સમાતો નથી. અને તેથી જ વેપારીઓ પણ તેમની માંગ પૂરી કરવા રાખડીઓની અવનવી વેરાઈટી લઈ આવે છે. ડાયમંડ સિટી સુરતમાં આ વખતે ડાયમંડ રાખડીઓની ધૂમ છે. ભાઈના કાંડાને શોભાવે તેવી ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડની રાખડીઓ ટ્રેન્ડમાં આવી ગઈ છે. સુરતનાં જ્વેલર્સોમાં હવે ગોલ્ડ કે સિલ્વર ફોઇલની ગુલાબનાં આકારથી બનાવાયેલી રાખડીઓ મળી રહી છે. આ રાખડીઓ એવા પ્રકારે બનાવાઈ છે કે ભવિષ્યમાં તેનો ઉપયોગ બ્રેસ્લેટ તરીકે પણ કરી શકાય છે. જે બહેનોને ખૂબ પસંદ આવી રહી છે. સામાન્ય રાખડીની કિંમત 200 રૂપિયાથી લઇને અનલિમિટેડ કિંમત સુધીની છે.

 

લોકો હવે પોતપોતાની પસંદ મુજબ રાખડીઓનો ઓર્ડર પણ આપી શકે છે. ગોલ્ડ ફોઇલની રાખડીની કિંમત 300થી લઇને રૂપિયા 5,000 સુધીની જાય છે. જ્યારે સિલ્વર રાખડીની કિંમત 250થી લઇને 2500 રૂપિયા સુધીની મળી રહે છે. અને ડાયમંડ રાખડીની કિંમત રૂપિયા 1500થી લઇને 15,000 સુધી છે. આવી વેરાઈટીની પોતાની પસંદગીની રાખડીઓ માટે લોકો ઓર્ડર પણ આપી રહ્યા છે. તહેવારને પગલે ખરીદીનો માહોલ નીકળતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી છે.

 

 

Next Video