કોરોનાકાળ (Corona )બાદ સુરત શહેરમાં ખાસ કરીને સોનાની (Gold )માગમાં વધારો નોંધાયો છે . દિવાળી બાદના સમયથી લગ્નસરાની સિઝનમાં(Marriage season ) જ સુરત શહેરમાં 70 કરોડથી વધુનુ 125 કિલોથી વધુ સોનાના દાગીનાનું વેચાણ થયાના અહેવાલો બહાર આવ્યા છે . પ્રાપ્ત વિગતો મુજબ , દેશમાં કોરોનાના સમયગાળા દરમિયાન શેરબજાર , ગોલ્ડ માર્કેટ સહિત તમામ ક્ષેત્રોમાં મંદીનો ઓછાયો ફરી વળ્યો હતો .
કોરોનાનું સંક્રમણ ઓછું થતાં આ વખતની દિવાળીમાં તમામ ક્ષેત્રોમાં તેજીનો સંચાર જોવા મળ્યો હતો . દિવાળી બાદ તરત લગ્નસરા શરૂ થતાં વિતેલા એક થી સવા મહિનાના સમયગાળામાં જ 70 કરોડથી વધુનું કિંમતનું 125 કિલોથી વધુ સોનાનું વેચાણ થયું છે . ચાલુ વર્ષે ફક્ત સુરત શહેરમાં જ લગભગ 7 હજારથી વધુ તથા જિલ્લા વિસ્તારમાં 15 હજાર થી વધુ લગ્નો યોજાયા હતા .
જેના કારણે પણ સોનાના ઘરેણાંની ખરીદીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે . વિતેલા બે વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સોનાનું વેચાણ લગભગ ડબલ જેવું થતાં જ્વેલર્સોની પણ ચાંદી થઇ ગઇ છે . સોનાની ખરીદીમાં બીજું એક પાસ રોકાણનું પણ ગણાવાઇ રહ્યું છે . કારણ સુરતના લોકો હવે શેરબજાર તથા મ્યુચ્યુઅલ ફંડ કરતાં વધુ સુરક્ષિત રોકાણ સોનામાં હોવાથી શહેરીજનો સોનામાં રોકાણ વધારી રહ્યા છે .
આમ, કોરોના પછી સુરત માં સોનાની ડિમાન્ડ વધતા જવેલર્સને ફાયદો જ ફાયદો થયો છે. એવું કહેવાય રહ્યું છે કે દિવાળી પછી સોનાનું આ વેચાણ છેલ્લા બે વર્ષની સરખામણીમાં સૌથી વધારે થયું છે. લોકો પણ હવે પોતાની સલામતી વધારે જોઈ રહ્યા છે. તેવામાં માત્ર ખરીદી કરવા માટે નહીં પણ રોકાણ માટે પણ સોનુ સલામત હોય તે કારણથી પણ સોનાની ખરીદી વધારે કરવામાં આવી છે.
લગ્નપ્રસંગમાં સોનાની સાથે સાથે જવેલરીની પણ ડિમાન્ડ રહેતી હોવાથી લોકો આ વખતે રિયલ ડાયમંડની જગ્યાએ લેબગ્રોન ડાયમંડની ખરીદી તરફ વળ્યાં છે. જેથી લેબગ્રોન ડાયમંડ જવેલરીની ડિમાન્ડ પણ આ વર્ષે સારી જોવા મળી છે. આમ, સોનાની સાથે સાથે જવેલરી સેક્ટરમાં પણ તેજીનો માહોલ લાંબા સમય બાદ જોવા મળ્યો છે. જવેલર્સને આશા છે કે આવનારી લગ્નસરાની સીઝન પણ તેમના માટે તેટલી જ લાભકારક નીવડશે.
આ પણ વાંચો : Surat : પંજાબના શાંદલિયા બંધુઓએ સુરતના 13 કાપડ વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો
આ પણ વાંચો : SURAT : ‘મને ટ્યુશનમાં ન આવડે’ આ વાયરલ વીડિયોએ લોક માનસને ઝંઝોળ્યું, આ ક્યુટ બાળકની જાણો રોચક કહાની