Surat : પ્રેમિકાએ પ્રેમીનું દેવું ભરવા કર્યું આ કૃત્ય, પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ

|

Mar 13, 2022 | 11:06 PM

અમરોલીમાં આવેલ યોગીકૃપા સોસાયટીમાં રહેતા નરેન્દ્ર વિરમભાઈ વાઘે અમરોલી પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની અને તેના પ્રેમીની સામે અમરોલી પોલીસ સટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Surat : પ્રેમિકાએ પ્રેમીનું દેવું ભરવા કર્યું આ કૃત્ય, પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ
Gujarat Surat Theft Accused Arrest

Follow us on

સુરતના(Surat)અમરોલી વિસ્તારમાં એક એવી ચોંકાવનારી ઘટના બની છે.જે સાંભળશો તો એવું થશે કે લોકો પ્રેમ(Love) માટે કેવું કૃત્ય કરી શકે છે. સુરતમાં રત્નકલાકારની પત્નીએ પોતાના જ ઘરમાં એવું કામ કર્યું છે, જેના લીધે તેનો આખોય પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ઘટના ને અંજામ પોતાના પ્રેમીના કહેવાથી કરી હતી.પ્રેમીનું દેવું ભરવા માટે ચોરી(Theft)  કરી અને પોલીસ પકડમાં આવી ગયા પ્રેમી પ્રેમિકા.જ્યારે આખોય મામલો બહાર આવ્યો ત્યારે તેની હરકતની સાથે પ્રેમ પ્રકરણનો પણ ભાંડો ફૂટી ગયો હતો.સુરતમાં સતત અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી યોગીકૃપા સોસાયટીમાં રહેતા રત્નકલાકારની પત્નીએ પ્રેમીના કહેવાથી પોતાના ઘરમાં 1.20 લાખના દાગીનાની ચોરી કરી હતી.જ્યારે આ બાબતે પરિણીતાના પતિને ખ્યાલ આવતાની સાથે પતિ દ્વારા પત્ની અને તેના પ્રેમીની સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અમરોલી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.જ્યારે પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ કરી છે.

ઘરમાં તિજોરીમાં ખોલી તો તેમાંથી 1.20 લાખની કિમતના સોનાના દાગીના ગાયબ હતા

અમરોલીમાં આવેલ યોગીકૃપા સોસાયટીમાં રહેતા નરેન્દ્ર વિરમભાઈ વાઘે અમરોલી પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની અને તેના પ્રેમીની સામે અમરોલી પોલીસ સટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.જેમાં હકીકત વાત કરવામાં આવે તો નરેન્દ્રભાઈ પોતે કતારગામ વસ્તાદેવડી રોડ પર આવેલી ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર છે.જ્યાં નરેન્દ્રભાઈની પત્ની પણ કતારગામ ખાતે એક કંપનીમાં કામ કરે છે.જ્યારે ફરિયાદી નરેન્દ્રભાઈ ગત 9 તારીખે તેમના ઘરમાં તિજોરીમાં ખોલી તો તેમાંથી 1.20 લાખની કિમતના સોનાના દાગીના ગાયબ હતા.

બીલીમોરા ખાતે દાગીના સંતાડ્યા હોવાની કબૂલાત કરી

જે જોતા નરેન્દ્ ચોકી ઉઠ્યા હતા અને પોતાના પરિવારના સભ્યોની પુછપરછ કરી હતી. નરેન્દ્રની પત્ની જાનવી ગોળગોળ જવાબ આપતી હતી. જેથી પત્ની ઉપર શંકા જતા તેના સાસુ સસરાએ પુછતા તેણે પોતાના પ્રેમી તુષાર ભુપેન્દ્ર મેવાડાના કહેવાથી દાગીના ચોરી કર્યા અને તેને બીલીમોરા ખાતે દાગીના સંતાડ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી તાત્કાલિક નરેન્દ્રભાઈએ પત્ની અને તેના પ્રેમી સામે અમરોલીમાં ફરિયાદ નોંધાવી હતી.અને બંને ની ધરપકડ પણ કઈ તપાસ શરૂ કરી છે.

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

આ પણ વાંચો : રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ધર્મ સંમેલન યોજાયું, પાટીલનું ગુલાબની પાંદડીના વરસાદથી સ્વાગત

આ પણ વાંચો : Ahmedabad: ધોળકામાં 15 વર્ષની સગીરા સાથે આઠ જેટલા શખ્સોએ આચર્યુ દુષ્કર્મ, પોલીસે આરોપીઓને પકડ્યા પણ નામ જાહેર ન કર્યાં