Surat: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ચોથા માળે ઘરની બારી માંથી નાની બાળકી નીચે પટકાતા મોત નીપજયું

|

Jun 20, 2023 | 2:14 PM

સુરતના પાંડેસરા વિસ્તારમાં વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષની બાળકી ચોથા માળે રમતી હતી જે દરમ્યાન રમતા રમતા બારીમાંથી નીચે પટકાતા બાળકીનું મોત નીપજયું છે.

Surat: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ચોથા માળે ઘરની બારી માંથી નાની બાળકી નીચે પટકાતા મોત નીપજયું

Follow us on

Surat: વાલીઓ માટે ચોંકાવનારો બનવા સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી ચોથા માળે રમતી હતી જે દરમ્યાન રમતા રમતા બારીમાંથી નીચે પટકાતા બાળકીનું મોત નીપજયું છે. આ ઘટનાને લઈ પરિવારની એક માત્ર દીકરીનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છે. બાળકીને લઈને પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યું પરંતુ તે પહેલાં જ બાળકી મોતને ભેટી હોવાનું ફરજ પરના ડોક્ટરે જણાવ્યુ.

સુરતના પાંડેસરા ખાતે આનંદો હોમ્સ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતો એક પરિવાર જેના સભ્યો સૌમિલ દેવા પત્ની અને દોઢ વર્ષની દીકરી સાથે રહે છે. સૌમિલ સુરતમાં જ મજૂરી કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. મહત્વનુ છે કે પુત્રી ત્રીશા પોતાના ઘરમાં રમી રહી હતી. આ દરમ્યાન તેની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી અને બાળકીના પિતા કામ પર ગયા હતા.

સુરતમાં બનેલી આ ઘટના સૌ કોઈ વાલીઓ માટે આંખ ઉઘાડવા બરાબર છે. આ ઘટનામાં માસુમ બાળકી રમતા રમતા બારી પાસે પહોંચી ગઈ અને બારીમાંથી નીચે પટકાઈ હતી. બાળકી નીચે પટકાવાની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. બાળકી નીચે પડ્યાની વાત તેની માતાને ખબર પડતા તે પણ નીચે દોડી આવી હતી અને દીકરીને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. બાળકીને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા ફરજ હાજર ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી.

સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો

આ પણ વાંચો : Honey trap : સુરતમાં IT સોફ્ટવેર એન્જિનિયરને સ્પામાં સારી સુવિધા આપવાના નામે ફસાવી લાખો પડાવાયા, જુઓ Video

માસુમ પુત્રીના મોતને પગલે માતા પિતા સહીત પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. બાળકીના નીચે પટકાવાથી ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. પરિવારે જણાવ્યુ કે ત્રિશા બારી પાસે મૂકવામાં આવેલા બેડ પર રમી રહી હતી. રમતા રમતા બાળકી બારી પાસે પહોંચી ગઈ અને બારીમાંથી નીચે પટકાઈ. વારંવાર બનતી આવી મોતની ઘટનાનો આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન બની ગયો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article