Surat: લ્યો બોલો! ગુગલ સર્ચનો ઉપયોગ કરી અલગ અલગ જીલ્લાઓની શાળામાં ચોરીને આપ્યો અંજામ, જાણો મોડસ ઓપરેન્ડી

|

Jul 25, 2023 | 5:55 PM

ગુગલ પર સર્ચ કરીને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલી સ્કુલ કોલેજને ટાર્ગેટ કરીને ચોરી આચરતી તમિલનાડુની કુખ્યાત શેલમ ગેંગના મુખ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે.

Surat: લ્યો બોલો! ગુગલ સર્ચનો ઉપયોગ કરી અલગ અલગ જીલ્લાઓની શાળામાં ચોરીને આપ્યો અંજામ, જાણો મોડસ ઓપરેન્ડી

Follow us on

Surat crime: સુરતમાં પોલીસે ચોરીના આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપી ગેંગ ગુગલ પર સર્ચ કરીને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલી સ્કુલ કોલેજને ટાર્ગેટ કરતી હતી.

ચોરી આચરતી તમિલનાડુની કુખ્યાત શેલમ ગેંગના મુખ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરવાના સાધનો મળી કુલ 1.22 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસ તપાસમાં 18 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.

સુરતમાં ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે સિંગણપોર હરી દર્શનના ખાડા પાસેથી તમિલનાડુની કુખ્યાત શેલમ ગેંગના મુખ્ય આરોપી પલની સ્વામી ઉર્ફે અન્નો મહાધીશ કઉન્દર અને પરમશિવમ ઉર્ફે તમ્બી કુલંથાઈવેલ દેવેન્દ્રને ઝડપી પાડ્યા હતા.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરીને મેળવેલા બે મોબાઈલ ફોન તેમજ 3 નંગ મંકી કેપ, ગરમ ટોપી, હાથના મોજાની 4 નંગ જોડ, ફૂલ ફેસ માસ્ક, પક્કડ, સ્ક્રુ ડ્રાઈવર, 1 હાર્ડ ડિસ્ક, 1 પાસબુક, એક એટીએમ કાર્ડ, રોકડા રૂપિયા 70 હજાર, ચાંદીની એક લક્કી મળી કુલ 1.22 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

સુરત પોલીસ તપાસમાં સુરત તેમજ ગુજરાતના નડીયાદ, વાલોડ, સોનગઢ વગેરે મળી કુલ 18 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓની સ્કુલ-કોલેજોમાં છેલ્લા દસેક વર્ષમાં આશરે 50 થી વધુ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે જણાવ્યું હતું કે, આરોપીઓ પોતાની તામિલનાડુની કુખ્યાત શેલમ ગેંગના સભ્યો સાથે મળી છેલ્લા દસેક વર્ષથી ગુગલ પર સર્ચ કરીને ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં આવેલી સરકારી તેમજ ખાનગી સ્કુલ કોલેજની રેકી કરી સ્કુલ-કોલેજની આજુબાજુમાં આવેલા ખેત કે વાડામાં આસાનીથી લોકોની નજર ન પડે તે રીતે અંધારામાં સંતાઈ જતા અને ચોરીને અંજામ આપતી હતી.

ચોરી કરતી વખતે કોઈ ઓળખી ન શકે અને પોતાના ફિંગર પ્રિન્ટ ન આવે તે માટે મંકી કેપ તથા હાથ મોજા તથા સ્કાપ જેવું પહેરી મોડી રાતના સ્કુલ-કોલેજના પાછળના ભાગેથી દીવાલ કુદી અથવા સ્કુલની બારીની ગ્રીલ તોડી અથવા દરવાજાના લોક નકુચા તોડી અંદર પ્રવેશ કરી ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરા, ડીવીઆર, ટીવી, રાઉટર તથા તિજોરી કબાટ ટેબલના ડ્રોઅરના લોક તોડી તેમાં રહેલા રોકડા રૂપિયા અથવા કીમતી ચીજવસ્તુઓની ચોરી કરતા હતા અને લોકર ફેકી દેતા હતા.

આ પણ વાંચો : વાલી માટે લાલબતી સમાન કિસ્સો, રમતા રમતા ગળે ફાંસો લાગી જતા 5 વર્ષીય બાળકીનું થયું મોત

આ ઉપરાંત રાત્રી દરમ્યાન પોલીસનું પેટ્રોલિંગ રહેતું હોવાથી પોતે સવાર સુધી સ્કુલની આજુબાજુમાં સંતાઈ રહેતા અને સવારમાં સાડા પાંચ-છ વાગ્યા બાદ લોકોની અવરજવર થાય ત્યારે ચોરી કરેલો મુદામાલ લઈને ભાગી જતા હતા અને રોકડા રૂપિયાના ભાગ પાડી લેતા હતા અને કીમતી ચીજવસ્તુઓ પોતે સુરત શનિવારી બજારમાં તથા મુંબઈ દાદર ખાતે રવિવારી બજારમાં સસ્તા ભાવે વેચી દેતા હતા.

સુરત સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article