Surat: વિવિધ આવાસોના ફોર્મ હવે મનપાની ઝોન ઓફિસમાં પણ મળી શકશે

|

Aug 11, 2021 | 7:09 PM

હવે દરેક ઝોન પર સ્લમ અપગ્રેડેશન સેલના ફાળવણી વિભાગ દ્વારા માર્ગદર્શન માટે તથા ફોર્મ વિતરણ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Surat: વિવિધ આવાસોના ફોર્મ હવે મનપાની ઝોન ઓફિસમાં પણ મળી શકશે
SMC

Follow us on

Surat: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા બનનારા આવાસો માટે લોકોની લાંબી કતારો લાગે છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મેળવવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. હાલમાં જ સુરત મનપા દ્વારા અલગ અલગ વિસ્તારમાં 8,279 આવાસોની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી અને તેના માટેના અરજી ફોર્મનું વિતરણ શહેરમાં કોટક મહિન્દ્રા બેન્ક પરથી કરવામાં આવતું હતું. ગણતરીના દિવસોમાં આ આવાસો માટે 45 હજાર કરતા પણ વધુ ફોર્મ વેચાઈ ગયા હતા.

 

 

Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો
Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ
Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત

હજી પણ મકાન લેવા માટે ઈચ્છુક અને અરજદારોને વધુ માહિતી ઉપલબ્ધ થઈ શકે અને સરળતાથી ફોર્મ મળી જાય તે હેતુ સાથે હવે સુરત મનપાની દરેક ઝોન ઓફિસમાં પણ આ ફોર્મ લોકો આસાનીથી મેળવી શકશે. સ્લમ  અપગ્રેડેશન સમિતિના ચેરેમને જણાવ્યું છે કે બેંકોમાં મોટી મોટી લાઈનો સામાન્ય રીતે લાગે છે અને ઘણા લોકોને ફોર્મ માટે ફરી બેંકમાં જવું પડે છે.

 

 

ફોર્મ લઈ લેનાર ઘણા અરજદારોને ફોર્મ કેવી રીતે ભરવું? ફોર્મ ભરતી વખતે કયા પુરાવા સાથે લઈ જવા? વગેરે અંગે પૂરતી જાણકારી હોતી નથી. જેના કારણે તેઓ ધક્કા ખાય છે અને તેઓનો સમય પણ બગડે છે. ત્યારે હવે દરેક ઝોન પર સ્લમ અપગ્રેડેશન સેલના ફાળવણી વિભાગ દ્વારા માર્ગદર્શન માટે તથા ફોર્મ વિતરણ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

 

એટલું જ નહીં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી ફોર્મનું વિતરણ શરૂ થતા કેટલાક જરૂરિયાતમંદોની જરૂરિયાતનો ગેરલાભ ઉઠાવી તકસાધુઓ માર્કેટમાં ફરી રહ્યા હોવાની પણ માહિતી સામે આવી છે અને અરજદારો પાસે ચોક્કસ રકમ લઈને આવાસ ફાળવણીનું આશ્વાસન લઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આવા લેભાગુ તત્વોથી પણ દૂર રહેવા અરજદારોને અપીલ કરવામાં આવી છે.

 

 

મહાનગરપાલિકા દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરીને ડ્રો દ્વારા જ આવાસોની ફાળવણી કરવામાં આવે છે. જેથી જરૂરિયાતમંદોને કોઈ પણ પ્રકારે ગેરમાર્ગે નહીં દોરાવા તંત્રે અપીલ કરી છે. જોકે હવે મનપાની ઝોન ઓફિસ પરથી આ ફોર્મ ઉપલબ્ધ થતાં લોકોના પ્રશ્નોના જવાબ પણ એક જ સ્થળે મળી રહેશે અને ફોર્મ લેવા અને ભરવા માટે લોકોનો જે સમય બગડતો હતો તે પણ બચશે.

 

 

આ પણ વાંચો: Surat: સુરતના અલથાણ વિસ્તારમાં બનશે મેટ્રો ભવન, સુરત મનપા 6,542 ચો.મી. જગ્યા ફાળવશે

Next Article