Surat : પહેલીવાર સુરતમાં સફાઈ કર્મચારીઓને સન્માનવાનો અનોખો કાર્યક્રમ, સફાઈ કામદારોનાં યોગદાનને મહત્વ આપી બિરદાવવાનો પ્રયાસ

|

Dec 24, 2021 | 11:47 AM

ઇન્ડોર સ્ટેડિયમમાં  7000ની સામે 60 ટકા ક્ષમતા હેઠળ માત્ર 3200 સ્વચ્છતા કર્મચારીઓને જ કાર્યક્રમમાં હાજર રાખવામાં આવશે.

Surat : પહેલીવાર સુરતમાં સફાઈ કર્મચારીઓને સન્માનવાનો અનોખો કાર્યક્રમ, સફાઈ કામદારોનાં યોગદાનને મહત્વ આપી બિરદાવવાનો પ્રયાસ
Cleaning workers will be honored in Surat

Follow us on

આજે શુક્રવાર, 24 ડિસેમ્બર 2021ના રોજ સાંજે 6.30 કલાકે સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation ) દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈની 98મી જન્મજયંતિ નિમિત્તે ઈન્ડોર સ્ટેડિયમમાં સુશાસન દિવસની (Sushashan Divas )ઉજવણી કરવામાં આવશે. સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સુરત શહેર બીજા ક્રમે આવતા સુરત મહાનગર પાલિકાના સફાઈ કામદારોએ મહત્વનું યોગદાન આપ્યું છે.

સ્વચ્છતા કાર્યકરોના સન્માન હેઠળ અને સુશાસન દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને સ્મૃતિ ચિહ્નો આપવામાં આવશે. સાથે સાથે સુરત ક્લીન એર એક્શન પ્લાન બુકનું વિમોચન કરવામાં આવશે અને રી-સાયકલિંગ મશીન પણ લોન્ચ કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને મેયર હેમાલી બોઘાવાલાની ઉપસ્થિતિમાં આયોજિત સુશાસન દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય કાપડ અને રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. શહેરના તમામ ધારાસભ્યો અને મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024

આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 6050 સફાઈ કામદારોને પ્રમાણપત્રો અને ઉપયોગી સ્મૃતિચિહ્ન આપવામાં આવશે. સરકારની કોરોના ગાઈડલાઈન્સ અને એસઓપીને ધ્યાનમાં રાખીને, ઇન્ડોર સ્ટેડિયમમાં  7000ની સામે 60 ટકા ક્ષમતા હેઠળ માત્ર 3200 સ્વચ્છતા કર્મચારીઓને જ કાર્યક્રમમાં હાજર રાખવામાં આવશે.

શહેરના તમામ ઝોનના 5-5 સફાઈ કામદારોને સ્ટેજ પર સન્માન પત્ર અને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવશે. બીજા દિવસે ઝોન કચેરી ખાતે અન્ય સફાઈ કામદારોનું સન્માન કર્યા બાદ તેઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપવામાં આવશે. સુરત મહાનગરપાલિકા આમ સમગ્ર દેશની પ્રથમ મહાનગરપાલિકા છે જે આટલી મોટી સંખ્યામાં સફાઈ કામદારોને સન્માન આપવા જઈ રહી છે.

આમ દેશમાં પહેલી વાર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં સુરતના સફાઈ કર્મચારીઓને એક સાથે બોલાવીને તેમનું અભિવાદન કરવામાં આવશે. અને સ્વચ્છતા માટે સુરતને આગળ લાવવામાં તેમનું જે યોગદાન છે તેને પણ બિરદાવવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે આ પ્રકારે કાર્યક્રમ સુરતમાં પહેલીવાર થવા જઈ રહ્યો છે.

કારણ કે સ્વચ્છતા માટે સુરત જે અગ્રેસર રહ્યું છે તેમાં શહેરના સફાઈ કર્મચારીઓનો સૌથી મોટો ફાળો રહેલો છે. જેથી તેમનો આભાર વ્યક્ત કરવા માટે આ પ્રકારે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Surat : આદિવાસીઓની જમીન પચાવી પાડવાનો કારસો રચનારાઓને કામરેજ પ્રાંત અધિકારીએ 24 કરોડનો દંડ ફટકાર્યો

આ પણ વાંચો : Surat : ઓમીક્રોનની દહેશત વચ્ચે સુરતમાં વેન્ટિલેટર સાથે 263 બેડવાળી કોવિડ હોસ્પિટલ ફરી તૈયાર

Published On - 9:41 am, Fri, 24 December 21

Next Article