Surat : ગ્લોબલ ટેન્ડરને પગલે શહેરના રસ્તાઓ પર હવે 450 ઈલેક્ટ્રીક બસો દોડશે

|

Apr 29, 2022 | 10:40 AM

કમિશનરે ઉમેર્યું હતું કે મહાનગરપાલિકા (SMC) પણ તેના તમામ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરવવાનો વિચાર કરી રહી છે. જેથી પ્રદુષણ ન થાય અને ઇંધણ પણ બચાવી શકાય. ખાસ કરીને સૌ પ્રથમ સોલિડ વેસ્ટ વ્હીકલને ઈ વાહનોમાં ફેરવવામાં આવશે.

Surat : ગ્લોબલ ટેન્ડરને પગલે શહેરના રસ્તાઓ પર હવે 450 ઈલેક્ટ્રીક બસો દોડશે
Electric Bus in Surat (File Image )

Follow us on

સુરત શહેરમાં (Surat ) હાલમાં દોડી રહેલી 49 ઈ-બસોની (Electric Bus ) સંખ્યા વધીને હવે આગામી સમયમાં 450 ને પાર પહોંચશે. અગાઉ મનપા (SMC) તંત્ર દ્વારા શહેરમાં 150 ઈ-બસો દોડાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. જો કે, હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સુરત સહિત દેશના અન્ય શહેરોમાં બસની જરૂરિયાતને ધ્યાને રાખીને ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેને પગલે હવે સુરત શહેરમાં ઈ-બસોની સંખ્યા 150થી વધીને 450 ને આંબશે. મનપા દ્વારા પણ માસ ટ્રાન્સપોર્ટેશનમાં તબક્કાવાર ડિઝલ બસોને સ્થાને ઈલેક્ટ્રીક બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે જ હાલ શહેરમાં 49 ઈ-બસો દોડી રહી છે.

ભારત સરકાર દ્વારા “ગ્રાન્ડ ચેલેન્જ ટેન્ડરમાં ભારતના પાંચ મોટા ભારત શહેરો – કોલકાતા, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ અને સુરતમાં 5450 બસોની માંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના કારણે ભારત સરકારને સૌથી લોએસ્ટ ટેન્ડરો મળ્યા છે. જેથી તમામ મનપાઓને આર્થિક લાભ થશે. અને હવે ઈ-બસની સંખ્યામાં વધારો કરાશે. અગાઉ દેશની જે-તે મનપાઓ દ્વારા પોતાની રીતે ટેન્ડર બહાર પાડવામાં આવતા હતા. પરંતુ હવે ભારત સરકાર દ્વારા પાંચ શહેરોની ડિમાન્ડ માટે સંયુક્ત ટેન્ડર બહાર પાડતા તમામ શહેરોને તેનો સીધો આર્થિક લાભ મળશે.

12 મીટર બસની સૌથી ઓછી કિંમત 43.49 પ્રતિ કિમીની છે. 9 મીટ૨ની બસ 39.21 પ્રતિ કિમી મળી છે. અત્યાર સુધી મનપા દ્વારા દરેક ઈ-બસને પ્રતિ કિ.મી મા ઓપરેટરને 55 રૂપિયા ચુકવવામાં આવતા હતા. પરંતુ હવે આ લોએસ્ટ ટેન્ડરની રકમ પ્રમાણે પ્રતિ ઈ-બસ પ્રતિ કિ.મી માટે ઓપરેટરને રૂા. 41 રૂ. ચુકવવાના થશે. એટલે કે, સુરત મનપાને એક બસના એક કિ.મી પાછળ સીધી 14 રૂ. ની બચત થશે.

આ પણ વાંચો

જૂન 2025 સુધી શહેરના માર્ગો પર 40 હજાર ઇલેક્ટ્રિક વાહનો દોડાવવાનો મનપાનો લક્ષ્યાંક

સુરત સીટી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021ના વિભાગે તૈયાર કરેલા ડ્રાફ્ટ હેઠળ સુરતમાં 2025 સુધી 40 હજાર ઈલેક્ટ્રિક વાહનો પરિવહન માટે ઉપલબ્ધ થાય તેવું આયોજન કરાયું છે. વાહનો માટે તબક્કાવાર 500 જેટલા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે. જે પૈકી 200 જેટલા ચાર્જિંગ સ્ટેશન મનપા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયતાથી સ્થાપવામાં આવશે. 150 ચાર્જિંગ સ્ટેશન પીપીપી ધોરણે સ્થાપિત કરવામાં આવશે.

કમિશનરે ઉમેર્યું હતું કે મહાનગર પાલિકા પણ તેના તમામ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરવવાનો વિચાર કરી રહી છે. જેથી પ્રદુષણ ન થાય અને ઇંધણ પણ બચાવી શકાય. ખાસ કરીને સૌ પ્રથમ સોલિડ વેસ્ટ વ્હીકલને ઈ વાહનોમાં ફેરવવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article