સુરતમાં ફરી તક્ષશિલા કાંડ બનતા રહી ગયોઃ ડભોલીમાં બિલ્ડિંગમાં આગ લાગતાં 20 વિદ્યાર્થિનીઓ ફસાઈ, ફાયરે બ્રિગેડે બચાવી લીધી

|

Feb 23, 2022 | 7:59 PM

બિલ્ડિંગમાં બેઝમેન્ટમાં આગ લાગી હતી જેમાં ત્રીજા માળે લાઈબ્રેરીમાં વાંચી રહેલી 20 વિદ્યાર્થીનીઓ ફસાઈ હતી, જોકે વિદ્યાર્થિનીઓએ સતર્કતા દર્શાવીને તરત ફાયર અને 108ને ફોન કરી દેતાં મોટી દુર્ઘટના અટકી હતી

સુરતમાં ફરી તક્ષશિલા કાંડ બનતા રહી ગયોઃ ડભોલીમાં બિલ્ડિંગમાં આગ લાગતાં 20 વિદ્યાર્થિનીઓ ફસાઈ, ફાયરે બ્રિગેડે બચાવી લીધી
સુરતના ડભોલીમાં આગ

Follow us on

સુરતમાં ફરી તક્ષશિલા જેવી ઘટના બનતાં રહી ગઈ છે. ડભોલીમાં સિંગણપોર ચાર રસ્તા પાસે  એક બિલ્ડિંગમાં બેઝમેન્ટમાં આગ લાગી હતી જેમાં ત્રીજા માળે લાઈબ્રેરીમાં વાંચી રહેલી 20 વિદ્યાર્થીનીઓ ફસાઈ હતી. ફાયર વિભાગ દ્વારા તમામનું સલામત રીતે રેસ્ક્યુની કરાયું હતું. આગ લાગી તે જગ્યા ખુબ જ ટ્રાફિકવાળો વિસ્તાર છે. આ વિસ્તારમાં શાકભાજીનું માર્કેટ હોવાથી ત્યાં સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. જોકે વિદ્યાર્થિનીઓએ સતર્કતા દર્શાવીને તરત ફાયર અને 108ને ફોન કરી દેતાં મોટી દુર્ઘટના અટકી હતી.

આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી હતી. ફારયર વિભાગની 6થી 7 ટીમો કામે લાગી હોવાનું જાણવા મળ્યું છે. ફાયરની ક્રેન દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

સુરતના ડબોલી વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના બેઝમેન્ટ અચાનક આગ લાગી ગઈ હતી. અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું અને બિલ્ડિંગમાંથી ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા. આગની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેટની ટીમ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમને મેસેજ મળ્યો હતો કે આગને કારણે અંદાજે 20 જેટલી વિદ્યાર્થિનીઓ ફસાઈ હતી.

બીજા માળે લાગેલી આગને કારણે ત્રીજા માળે વિદ્યાર્થિનીઓ ફસાઈ હતી. આગની ઘટનાને પગલે સુરતના મેયર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગણતરીના કલાકોમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે, હજુ સુધી આ મામલે કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે આગ કયા કારણોસર લાગી હતી તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના ડભોલી વિસ્તારના સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી એમ. સ્ક્વેર બિલ્ડિંગમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આગ બેઝમેન્ટમાં લાગેલી હતી અને આગને કારણે ધૂમાડો ઉપર સુધી પહોંચ્યો હતો. પોલીસની ટીમ, ફાયરબ્રિગેડની ટીમ અને એસએમસીની ટીમ કામગીરી કરી રહી છે. અત્યારે કોઈની પણ જાનહાનિ ન હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

વિકરાળ આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાબડતોડ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. અને આગમાં ફસાયેલાં લોકોને ક્રેન દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા. આ મામલે સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ત્રીજા માળે 20થી 22 જેટલાં બાળકો ફસાયા હતા તે તમામને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ સહીસલામત છે. બેઝમેન્ટમાં લાગેલી આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ધૂમાડાને કારણે ફસાયેલાં તમામ બાળકોને નીચે લાવી દેવામાં આવ્યા છે.


આ મામલે ફાયરબ્રિગેડની ટીમના એક સભ્યએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે ઉપર ટ્યુશન ક્લાસીસ હશે અને તમામ છોકરીઓ હતી. કોઈને ઈજા પહોંચી નથી અને તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. ઉપરના માળે આગ પહોંચી ન હતી, માત્ર ધૂમાડો જ ગયો હતો.

આ પણ વાંચો : CBSE બોર્ડની પરીક્ષા ઓફલાઇન લેવાશે, બોર્ડ દ્વારા તૈયારીઓ આરંભાઇ

આ પણ વાંચો : Ahmedabad: કારમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ, પાલડી પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ, જાણો સમગ્ર

Published On - 6:50 pm, Wed, 23 February 22

Next Article