Surat: ક્રાઇમ બ્રાન્ચનો નકલી અધિકારી બની લોકો પર રોફ જમાવતો શખ્સ ઝડપાયો, બે ડુપ્લીકેટ આઈ કાર્ડ મળી આવ્યા

લોકડાઉનના સમયમાં ફરવા માટે નકલીઆઈ કાર્ડ બનાવ્યું હોવાનો ખુલાસો પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પ્રથમ લોકડાઉન સમયે તે તેના વતન ગામ હતો. ત્યાં તેના મિત્ર જાવેદની મદદથી પોતાના ફોટા તથા નામ વાળા પંજાબ પોલીસના બે બનાવટી આઈકાર્ડ બનાવ્યા હતા

Surat: ક્રાઇમ બ્રાન્ચનો નકલી અધિકારી બની લોકો પર રોફ જમાવતો શખ્સ ઝડપાયો, બે ડુપ્લીકેટ આઈ કાર્ડ મળી આવ્યા
Surat Crime Branch Arrest Accused
| Edited By: | Updated on: Mar 15, 2022 | 5:05 PM

સુરત(Surat)શહેર એસઓજી પોલીસે(Police)  પંજાબ પોલીસના ક્રાઈમ ઓફિસર તથા પોલીસ કોન્સ્ટેબલના હોદાવાળા બે ડુપ્લીકેટ આઈ કાર્ડ(Duplicate)  લઈને ફરતા એક યુવકની ધરપકડ કરી છે. લોકડાઉન વખતે તેના વતન ગયો હતો ત્યારે તેણે પોલીસ રોકે તો આઈકાર્ડ બતાવી બચવા માટે બનાવ્યા હોવાની કબુલાત કરી હતી.એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે પુણા કુંભારિયા રોડ સ્થિત રહેતા જીતેન્દ્ર કુમાર રમેશકુમાર છીપાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી પંજાબ પોલીસને ઈશ્યુ કરવામાં આવતા આઈ કાર્ડ જેવા તેના નામ અને ફોટા વાળા ક્રાઈમ ઓફિસર તથા પોલીસ કોન્સ્ટેબલના હોદાવાળા બે બનાવટી આઈ કાર્ડ કબજે કર્યા હતા.

ઝડપાયેલા આરોપીને આર્મીમાં ભરતી થવાનો શોખ હતો

લોકડાઉનના સમયમાં ફરવા માટે નકલીઆઈ કાર્ડ બનાવ્યું હોવાનો ખુલાસો પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પ્રથમ લોકડાઉન સમયે તે તેના વતન ગામ હતો. ત્યાં તેના મિત્ર જાવેદની મદદથી પોતાના ફોટા તથા નામ વાળા પંજાબ પોલીસના બે બનાવટી આઈકાર્ડ બનાવ્યા હતા અને કોઈ જગ્યાએ કોઈ રોકે તેઓ તે બતાવી બચવાના ઈરાદે પોતાની પાસે કાર્ડ રખતો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં પોલીસે જાવેદખાનને વોન્ટેડ જાહેર કર્યો છે. અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં ઝડપાયેલા આરોપીને આર્મીમાં ભરતી થવાનો શોખ હતો. અને તે બે વખત રીજેક્ટ પણ થયો હતો. સુરતમાં તે સાડી અને ડ્રેસની દુકાનમાં કામ કરે છે. તે મૂળ રાજસ્થાનના પાલી જીલ્લાના તખતગઢ ગામનો વતની છે.

 આ પણ વાંચો : નરેશ પટેલના દિલ્લી પ્રવાસ બાદ રાજકારણમાં જોડાવાની અટકળો થઇ હતી તેજ, નરેશ પટેલે આ સ્પષ્ટતા કરી

 આ પણ વાંચો : Gujarat Assembly Session Live: વિધાનસભામાં અંદાજપત્ર પર ચર્ચા શરૂ, કોગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોને અપાતી વીજળી મુદ્દે સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા

 

Published On - 4:28 pm, Tue, 15 March 22