Surat: શિક્ષણ સમિતિની સુમન શાળામાં હવે આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં પણ અભ્યાસ શરુ કરવા કવાયત

|

Jun 25, 2021 | 11:02 PM

શિક્ષણ બોર્ડ દ્વારા આર્ટસ અને સાયન્સ ફેકલ્ટી શરૂ કરવાની મંજૂરી બાદ આગામી એક-બે વર્ષમાં મહાનગરપાલિકા દ્વારા ધોરણ 10થી 12 કોમર્સની સાથે સાથે હવે આર્ટસ અને સાયન્સ ફેકલ્ટી પણ શરૂ કરવામાં આવશે.

Surat: શિક્ષણ સમિતિની સુમન શાળામાં હવે આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં પણ અભ્યાસ શરુ કરવા કવાયત

Follow us on

Surat: નવા શૈક્ષણિક સત્રથી મહાનગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલમાં ધોરણ 11 અને 12માં હિન્દી, ગુજરાતી અને મરાઠી માધ્યમ તબક્કાવાર શરૂ કરવા અને પછી તંત્ર સમક્ષ રજુઆતને પગલે હવે હયાત સુમન સ્કૂલો (Suman School)માં વધારાના વર્ગો ઉપલબ્ધ થઈ શકે તેમ હોય તો 14ને બદલે 18થી 20 વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં કોમર્સની સાથે હવે આર્ટસ અને સાયન્સ ફેકલ્ટી પણ સુમન હાઈસ્કૂલમાં શરૂ કરવામાં આવશે.

 

આ માટે તંત્રને શિક્ષણબોર્ડની જરૂરી મંજૂરી મેળવવાની તેમજ જરૂરિયાત મુજબનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટેની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. સાયન્સ ફેકલ્ટી શરૂ કરવા માટે લેબ સહિતના વધારાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની જરૂર છે. શિક્ષણ બોર્ડ દ્વારા આર્ટસ અને સાયન્સ ફેકલ્ટી શરૂ કરવાની મંજૂરી બાદ આગામી એક-બે વર્ષમાં મહાનગરપાલિકા દ્વારા ધોરણ 10થી 12 કોમર્સની સાથે સાથે હવે આર્ટસ અને સાયન્સ ફેકલ્ટી પણ શરૂ કરવામાં આવશે.

ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

 

એટલું જ નહીં આગામી સમયમાં ધોરણ 11, 12 ગુજરાતી, હિન્દી અને મરાઠી માધ્યમ ઉપરાંત જરૂર પડે અન્ય માધ્યમમાં પણ વર્ગો શરૂ કરવાની વિચારણા હેઠળ છે. જોકે આ માટે ક્વોલિફાઈડ સ્ટાફ મળે તો આ દિશામાં વિચારી શકાય છે. આગામી સત્રથી ધોરણ 11ના 18થી 20 વર્ગ ત્રણ માધ્યમમાં શરૂ કરાશે.

 

આ ઉપરાંત ટીપી 27 ખાતે એફપી નંબર 187માં નવી સુમન હાઈસ્કૂલ નંબર19 આજ સત્રથી શરૂ કરવામાં આવશે. કતારગામ, ઉતરાણ અને કોસાડ વિસ્તારના સ્થાનિક લોકો અને નગરસેવકોની માંગણીના આધારે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારના વિદ્યાર્થીઓને અભ્યાસ હેતુ ગુજરાતી માધ્યમના ધોરણ 9થી 12 સુધીની સુમન હાઈસ્કૂલ તબક્કાવાર શરૂ કરાશે.

 

આ પણ વાંચો: Ahmedabad ને સ્માર્ટ સીટી મિશન અંતર્ગત મળ્યા બે એવોર્ડ, સ્માર્ટ સીટી લીડરશીપ અને સ્માર્ટ પાર્કિંગમાં શ્રેષ્ઠ કામગીરી

 

આ પણ વાંચો: Vadodara Crocodile: વડોદરાનાં શિનોરની નર્મદા નદીમાં મગરોનાં આતંકથી ગ્રામજનો ફફડ્યા, VIDEO જોઈને તમારા પણ રૂંવાડા ઉભા થઈ જશે

Next Article