Surat : સુરતવાસીઓ આનંદો, શહેરને 6 વર્ષ સુધી ચાલે એટલું પીવાનું પાણી ઉકાઈ ડેમમાંથી 15 દિવસમાં છોડાયું

|

Aug 01, 2022 | 9:47 AM

સુરત (Surat )શહેરને દરરોજ પીવા સહિત અન્ય વપરાશ માટે 1.4 એમસીએમ પાણીની જરૂર પડે છે. એ હિસાબે વિતેલા 15 દિવસ દરમિયાન 3100 એમસીએમ પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવ્યું હતું.

Surat : સુરતવાસીઓ આનંદો, શહેરને 6 વર્ષ સુધી ચાલે એટલું પીવાનું પાણી ઉકાઈ ડેમમાંથી 15 દિવસમાં છોડાયું
Ukai Dam (File Image )

Follow us on

જુલાઈ(July ) મહિનાના 15 દિવસ દરમિયાન ઉકાઈ(Ukai ) ડેમના ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદથી(Rain ) ડેમમાં 5100 એમસીએમ પાણી આવ્યું હતું. જે પૈકી ડેમની સપાટી જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 3100 એમસીએમ પાણી છોડી દેવામાં આવ્યું હતું. આ છોડાયેલા પાણી 6 વર્ષ સુધી સુરત શહેરની રોજિંદી જરૂરિયાતને પહોંચી વળાય એટલું હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસના મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશના કુલ નાના-મોટા મળીને 50 જેટલા ગેજ સ્ટેશનો છે. આ ગેજ સ્ટેશનોમાં પડતા વરસાદનું પાણી સીધું જ ઉકાઈ ડેમમાં આવે છે. જુલાઈ મહિનાના 15 દિવસ દરમિયાન ડેમના ઉપરવાસના ગેજ સ્ટેશનોમાં જુલાઈના 15 દિવસ દરમિયાન કુલ 20,731 મી.મી. જેટલો વરસાદ વરસ્યો હતો. જેનું પાણી સતત ઉકાઈ ડેમમાં આવતા આ 15 દિવસ દરમિયાન ડેમમાં 5100 એમસીએમ પાણીનો જથ્થો આવ્યો હતો.

ઉકાઈ તંત્ર તરફથી ડેમની જળસપાટી જાળવી રાખવા માટે આવેલા પાણીના કુલ જથ્થામાંથી લગભગ 15 દિવસ સુધી તબક્કાવાર 3100 એમસીએમ પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવ્યું હતું. જે પાણી સીધું દરિયામાં પહોંચ્યું છે. ઉકાઈ ડેમમાંથી 15 દિવસ દરમિયાન છોડાયેલા 3100 એમસીએમ પાણીની ગણતરી કરીએ તો આટલું પાણી સુરત શહેરની 65 લાખથી વધુ વસતિને 6 વર્ષ સુધી ચાલી રહે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

ઉલ્લેખનીય છે કે સુરત શહેરને દરરોજ પીવા સહિત અન્ય વપરાશ માટે 1.4 એમસીએમ પાણીની જરૂર પડે છે. એ હિસાબે વિતેલા 15 દિવસ દરમિયાન 3100 એમસીએમ પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવ્યું હતું. જેની ગણતરી મુજબ આટલું પાણી સુરતને 6 વર્ષ સુધી ચાલી રહે.

વધુમાં વિગતો મુજબ ઉકાઈ ડેમમાંથી સુરતને પીવાનું પાણી પૂરું પાડવામાં આવવા સાથે દક્ષિણ ગુજરાતની ખેતી પણ ડેમના પાણી પર આધારીત છે. ઉકાઈ ડેમની પાણી સંગ્રહની પરિસ્થિતિ મુજબ ડેમમાં કુલ 7500 એમસીએમ પાણીનો સંગ્રહ થઈ શકે છે. આ પાણી સમગ્ર સુરત શહેરને પીવા સહિત ડેમના પાણી મારફતે દક્ષિણ ગુજરાતમાં જ્યાં જ્યાં ખેતી થાય છે એ તમામ વિસ્તારોમાં અંદાજે અઢી વર્ષ સુધી ચાલી રહે છે. આ સાથે સુરત સહિત આસપાસના પંથકના કેટલાક ઉદ્યોગોમાં પણ ઉકાઈ ડેમ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે.

Next Article