
શહેર પોલીસને પાંચ વર્ષ અનડિટેક્ટ 2 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં સફળતા હાંસલ કરી છે. ગુનામાં ત્રણ રીઢા ચોરને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. લસકાણાના ડાયમંડ નગર ખાતેથી આ ત્રણેયેને પોલીસે ઝડપી પાડ્યા છે.
ધરપકડ કરાયેલા આરોપી બલરામશીંગ શંકરસિંગ નિશાદ,લાલીસિંગ લાખનસિંગ અને અરવિંદ કૈલાશ નિશાદની ધરપકડ બાદ પોલીસે અન્ય ડીટેક્ટ ગુનાઓમાં તેમની સંડોવણી અને હકીકત મેળવવાનો પ્રયાસ શરુ કર્યો છે.આરોપીઓએ પૂછપરછમાં ગુનાખોરી પાછળ વળવાનું મુખ્ય કારણ બેકારી હોવાનું પોલીસને જણાવ્યું છે. સૂત્રો અનુસાર કામ ધંધો ન મળતો હોવાથી બંધ દુકાનોને નિશાન બનાવતા હતા અને ચોરીના ગુના આચરતા હતા.
24નવેમ્બરે લસકાનાની ફર્નિચરની બંધ દુકાનને નિશાન બનાવી મોબાઈલ ફોન અને રોકડની ચોરી કરી હતી. આ બાદ કતારગામની સરસિયા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી પણ રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સરથાણા,કાપોદ્રા અને કતારગામ પોલીસ મથકના ત્રણ ગુના ઉકેલાયા
છે.
ઝડપાયેલ તસ્કર ત્રિપુટી પૈકી ઝડપાયેલા આરોપી બલરામસિંગ અગાઉ 6 ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. આરોપી અરવિંદ ઉર્ફે ચીંનટુની પણ અગાઉ ચાર ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મોબાઈલ સહિત રોકડ રકમ કરી જપ્ત કરી છે.ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપીઓ દિવસ દરમ્યાન દુકાનોની રેકી કરતા હતા અને માત્ર મોબાઈલ ફોન અને ફર્નિચરની દુકાનોને નિશાન બનાવતા હતા. રેકી કર્યા બાદ રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા
ચોરી કર્યા બાદ મુદ્દામાલ ની સરખા ભાગે વહેંચણી કરી લેતાં હતા. આ માલ વગે કરવાની પેરવી દરમિયાન ક્રાઇમ બ્રાંચને માહિતી મળી જતા ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
બેરોજગારીના કારણે ગુનાના માર્ગે વળેલા તસ્કરની થિયરી કેટલી વિશ્વાસપાત્ર તે હવે પ્રશ્ન ઉઠ્યો છે. તકલીફમાં ગુનાના માર્ગે વળેલોયુવાન હિસ્ટ્રીશીટર કેવીરીતે બન્યો અને તે એકજ મોડ ઓપરેન્ડીથી ચોરી કરવા લાગ્યા આ તમામ પ્રશ્નો આમતો સીધા ગળે ઉતરે તેવા નથી. પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી, જાણો વિગતવાર માહિતી વિડીયો દ્વારા
Published On - 10:25 am, Mon, 4 December 23